રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબી ડીસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરીટી દ્વારા પેરા લીગલ ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબી ડીસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરીટી દ્વારા પેરા લીગલ ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો

મોરબી ડીસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરીટી દ્વારા આયોજીત પેરા લીગલ ટ્રેનિંગમા મોરબી શ્રીમતિ પ્રભાબેન પટેલ લો કોલેજના એડવોકેટ વિશાલભાઈ જોશી દ્વારા માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ.

તાજેતરમા મોરબીની એલ.ઈ.કોલેજ ખાતે ડીસ્ટ્રીક્ટ લિગલ સર્વિસ ઓથોરીટી મોરબી દ્વારા પેરા લિગલ વોલેન્ટીયર્સ માટે ત્રિદીવસીય ટ્રેનિંગનુ આયોજન કરવામા આવ્યુ હતુ.જે અંતર્ગત મોરબી શ્રીમતિ પ્રભાબેન પટેલ લો કોલેજના લો ડીપાર્ટમેન્ટ ના એડવોકેટ વિશાલભાઈ જોશી દ્વારા “મિલ્કત હસ્તાંતરના કાયદા” વિષય પર માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. તે ઉપરાંત તાલીમાર્થીઓને વકીલાતના વ્યવસાયમા શરૂઆતના સમયમા પડતી મુશ્કેલીઓને કઈ રીતે ઉકેલવી તેમજ વકીલાતના વ્યવસાયના નૈતિક મુલ્યો વિશે તલસ્પર્શી માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ.આ તકે મોરબી ડીસ્ટ્રીક્ટ કોર્ટના ડીએલએસએ સેક્રેટરી રાજેશભાઈ પંડ્યા, મોરબી ડીસ્ટ્રીક્ટ કોર્ટના સ્ટાફ મિત્રો, માળીયા એનજીઓના હોદેદારો તથા પેરા લિગલ વોલેન્ટીયર્સ સહીતના બહોળી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.




Latest News