મોરબીના નાની વાવડી ગામના શખ્સને પિસ્તોલ આપનારા એમપીના શખ્સની ધરપકડ
આસામ પોલીસ દ્વારા ધારાસભ્ય મેવાણીની કરવામાં આવેલ ધરપકડના વિરોધમાં મોરબીમાં સૂત્રોચાર
SHARE









આસામ પોલીસ દ્વારા ધારાસભ્ય મેવાણીની કરવામાં આવેલ ધરપકડના વિરોધમાં મોરબીમાં સૂત્રોચાર
તાજેતરમાં આસામ પોલીસ દ્વારા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની તેઓએ કરેલ ટવીટ બાદ હુનો નોંધીને ધરપકડ કરવામાં આવી છે.જેના વિરોધમાં આજે મોરબીમાં નગરપાલિકા કચેરી પાસે આવેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે મોરબી જીલ્લા દલિત સમાજના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ત્યારે "જીગ્નેશભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ" સહિતના સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને જીગ્નેશભાઈને તાત્કાલિક મુક્ત કરવામાં આવે તેવી સમાજના લોકો તરફથી માંગ કરવામાં આવી હતી.આ તકે રાજેશભાઇ ચૌહાણ, મૂળજીભાઇ સહીતના આગેવાનો હાજર રહ્યા હતા.
