મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

ટંકારામાં પોલીસને બાતમી આપતો હોવાની શંકા કરીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE





























ટંકારામાં પોલીસને બાતમી આપતો હોવાની શંકા કરીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી

ટંકારા તાલુકાની લતીપર ચોકડીથી આગળના ભાગમાં આવેલ પેટ્રોલ પંપ પાસે યુવાનને રોકીને પોલીસને બાતમી આપતો હોવાની શંકા વહેમ રાખીને ત્રણ શખ્સો દ્વારા છરી બતાવી ઢીકાપાટુ અને ધોકા વડે માર મારીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને જાતી પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાને ત્રણ શખ્સોની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ શરૂ કરેલ છે\
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના ઉગમણા નાકા વિસ્તારમાં રહેતા દેવજીભાઈ કેશુભાઈ સારેસા (૨૭) ટંકારાની લતીપર ચોકડીથી આગળના ભાગમાં આવેલ પેટ્રોલ પંપ પાસેથી પસાર થતા હતા ત્યારે તેને જયેશભાઈ ટપુભાઈ જાદવ, ઉસ્માન ગનીભાઈ મકવાણા અને સિકંદર રફીકભાઈ નામના ટંકારામાં જ રહેતા ત્રણ શખ્સો દ્વારા તેને રોકવામાં આવ્યો હતો અને પોલીસને બાતમી આપે છે તેવો વહેમ શંકા રાખીને તેને લાકડી ધોકા વડે અને ઢીકાપાટુનો મારમાર્યો હતો તેમજ છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને જાતિ પ્રત્યે હડધૂત પણ કર્યો હતો જેથી ભોગ બનેલા યુવાનને સારવાર લીધા બાદ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે જયેશભાઈ, ઉસ્માન અને સિકંદરની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે હાલમાં એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે


એક બોટલ દારૂ


મોરબી લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ શેરી નંબર-૮ માંથી પસાર થતા યુવાનને રોકીને પોલીસે તલાસી લેતાં તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ત્રણ સો રૂપિયાની કિંમતનો દારૂ કબજે કરીને મનોજભાઈ કિશોરભાઈ ખારેચા જાતે મિસ્ત્રી (ઉંમર ૪૭) રહે ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ બ્લોક નંબર ૩૭૩ વાળાની ધરપકડ કરી છે અને તેની પાસે દારૂની બોટલ ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરે છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ
















Latest News