મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

હળવદના કડિયાણામાં “તુ અમારી સામે કેમ કતરાય છે” કહીને ચાર શખ્સોએ તલવાર, કુહાડી અને છરી વડે કર્યો જીવલેણ હુમલો


SHARE





























હળવદના કડિયાણામાં “તુ અમારી સામે કેમ કતરાય છે” કહીને ચાર શખ્સોએ તલવાર, કુહાડી અને છરી વડે કર્યો જીવલેણ હુમલો

ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર માટે હળવદ ખસેડવામાં આવ્યા: માથાકૂટ કરનારા શખ્સોને સમજાવવા માટે જતાં કર્યો હુમલો: ચાર શખ્સોની સામે યુવાને હળવદ પોલીસ સ્ટેશને નોંધવી ફરિયાદ

હળવદના કડિયાણા ગામે “તુ અમારી સામે કેમ કતરાય છે” તેવું કહીને યુવાનને લાફો માર્યો હતો જેથી કરીને માથાકૂટ કરનારા શખ્સોને સમજાવવા માટે ગયા હતા ત્યારે ચાર શખ્સો દ્વારા તલવાર, કુહાડી અને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને ત્રણ વ્યક્તિઓને ઇજા થતાં તેને સારવાર માટે તાત્કાલિક હળવદ લઈ જવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ યુવાને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથધરી છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં કડીયાણા ગામે રહેતા રાયમલભાઇ સવાભાઇ ઠુંગા જાતે ભરવાડ (૨૫) એ તે જ ગામમાં રહેતા અંકિત જાદવજીભાઇ કોળી, વનરાજ જાદવજીભાઇ, હકા સમરતભાઇ કોળી અને જાદવજીભાઇ કાનજીભાઇ કોળી સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને લખાવ્યું છે કેનવા કડીયાણા ગામના ઝાંપા પાસેથી તેનો ભત્રીજો ડ્રાઇવરને બોલાવવા જતા હતો ત્યારે આરોપીઓ ત્યા બેઠા હતા અને તે બાજુ તેના ભત્રીજાએ જોતા આરોપી અંકિત જાદવજીભાઇ કોળીએ કહેલ કે “તુ અમારી સામે કેમ કતરાય છે” તેમ કહી લાફો માર્યો હતો જેથી કરીને તેઓ આરોપીઓને સમજાવવા માટે ગયા હતા ત્યારે અંકિત જાદવજીભાઇ કોળીએ તેના હાથમાની તલવારનો એક ઘા કરતા તેઓને ડાબા ગાલે તથા છાતીમાં ઇજા થઈ હતી અને બીજો ઘા કરતા જીવણભાઇને ડાબા હાથે ઇજા કરેલ હતી અને બીજા હાથમા કુહાડીનો ઘા કરતા નવઘણભાઇના પડખામા ઇજા થઈ હતી અને આરોપી વનરાજ જાદવજીભાઇ, હકા સમરતભાઇ કોળી અને જાદવજીભાઇ કાનજીભાઇ કોળીએ છરી, કુહાડી, તલવારો જેવા હથીયારો ધારણ કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી છુટા પથ્થરોના ઘા કરી ફરીયાદી અને સાહેદોને ઇજા કરી હતી જેથી કરીને ઇજાગ્રસ્તોએ સારવાર લીધા બાદ હાલમાં રાયમલભાઇ સવાભાઇ ઠુંગાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ઇ.પી.કો કલમ ૩૨૪, ૩૨૩, ૫૦૪૫૦૬ (૨)૩૩૭, ૧૧૪ તથા જી.પી એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ
















Latest News