મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબનું બોમ્બે ખાતે નિધન: કાલે સવારે 10 વાગ્યે ન્યૂ પેલેસથી નીકળશે અંતિમયાત્રા મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ખેલમહાકુંભ અંતર્ગત ડોલ્સ એન્ડ ડૂડ્સ ઇન્ટરનેશનલ પ્રી-સ્કુલ ખાતે કરાટે સ્પર્ધાનું આયોજન


SHARE







મોરબી જીલ્લામાં ખેલમહાકુંભ અંતર્ગત ડોલ્સ એન્ડ ડૂડ્સ ઇન્ટરનેશનલ પ્રી-સ્કુલ ખાતે કરાટે સ્પર્ધાનું આયોજન

ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના ઉપક્રમે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવેલ છે. આ ખેલ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ રમતગમતનું વાતાવરણ ઉભું થાય અને ખેલદિલીને આગળ વધારવા તથા ગામ, શહેર, તાલુકા, જિલ્લા અને રાજ્ય લેવલે ખેલાડીઓની પ્રતિભા વધે તેમજ શારીરિક સ્વાસ્થ્ય ને તંદુરસ્ત રાખવાનો છે.

આ ખેલ મહાકુંભમાં કરાટેની સ્પર્ધામા ખેલાડીઓ ભાગ લે તે હેતુથી જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ વિવિધ રમતોનાં જુદા જુદા વયજુથમાં સમાવેશ કરી આયોજન કરવામાં આવનાર છે. જે સ્પર્ધાનું મોરબી જિલ્લા કક્ષાનું આયોજન તા.૦૬/૦૫/૨૦૨૨ના રોજ વિનય ઇન્ટરનેશનલ સ્કુલ- ધુનડા ખાતે રાખેલ જેનુ સ્થળ ફેરફાર કરી ડોલ્સ & ડૂડ્સ ઇન્ટરનેશનલ પ્રી-સ્કુલ, રત્નકલા એક્ષપોર્ટ, ઉમિયા સર્કલ, સ્કાય મોલની બાજુમા, મોરબી ખાતે રાખેલ છે. જેથી કરાટેની સ્પર્ધામા ભાગ લેનાર મોરબી જિલ્લાના ખેલાડીઓએ ફેરફાર કરેલ સ્પર્ધા સ્થળ પર સવારે : ૭.૦૦ થી ૮.૦૦ કલાક સુધીમા રીપોર્ટ કરવાનો રહેશે. વધુ માહિતી માટે  જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી – રૂમ નં.૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન. પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી,બી.એસ.નાકિયા મો.૯૭૧૪૯૦૪૬૬૯નો સંપર્ક કરવા જિલ્લા રમત ગમત અધિકારીની યાદીમાં જણાવાયું છે.




Latest News