મોરબીમાં ધાર્મિક-સામાજિક કાર્યક્રમમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા થયા સહભાગી
SHARE
મોરબીમાં ધાર્મિક-સામાજિક કાર્યક્રમમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા થયા સહભાગી
મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય તેમજ રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ બે દિવસ મોરબીના પ્રવેશ હતા ત્યારે મોરબી-માળીયા પંથકમાં ધાર્મિક, સામાજિક તેમજ રાજકીય કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. અને મોરબીના નાગરિકોના જુદા જુદા ખાતાને લગતા પ્રશ્નો સાંભળ્યા અને તેના નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપતી હતી તેમજ મોરબીમાં સ્વામી નારાયણ મંદિરની પ્રથમ સ્તંભ વિધિમાં પાનાં હાજરી આપી હતી તે ઉપરાંત વાંકાનેર નજીક સમર્પણ આશ્રમની મુલાકાત લઈ ધ્યાન શિબિરમાં જોડાયા હતા. તથા રત્નકુંવરબેનની કથા મોરબીના જલારામ મંદિરે ચાલી રહી છે ત્યાં હાજરી આપી હતી ત્યારબાદ લખધીરવાસ યુવા મંડળ પ્રાયોજિત કથામાં ઉપસ્થિત રહી નિખિલ શાસ્ત્રીજીની વાણીનો લાભ મેળવ્યો હતો. અને પછી કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. મોરબીમાં ચાલી રહેલ હનુમાન ચાલીસા કથામાં ખાસ ઉપસ્થિત રહી સ્વામીની પ્રેરક વાણીનો લાભ લીધો હતો તથા મોરબી કોળી સમાજના માંડવામાં ઉપસ્થિત રહ્યા હતા. માળીયા ખાતે રેલ્વે સ્ટેશનની મુલાકાત લઈ માળીયાથી પસાર થતા લાંબા અંતરની ટ્રેનોને માળીયા સ્ટોપેજ સંબંધિત અધિકારીઓને રજૂઆત તેમજ આ અંગે વિવિધ જાણકારી મેળવી હતી. અને માળીયા ખાતે પીવાના પાણીના કાર્યપાલક ઈજનેર, નાયબ કલેકટર તેમજ સંબંધિત વ્યક્તિઓ અને ગામોના આગેવાનો સાથે પાણીની સમસ્યા તાત્કાલિક નિરાકરણ થાય તે માટે સૂચના આપી હતી.