મોરબીમાં ધાર્મિક-સામાજિક કાર્યક્રમમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા થયા સહભાગી
મોરબી : ટંકારાના નાના ખીજડીયા ગામે શનિવારે ભીમ ભજનનો કાર્યક્રમ યોજાશે
SHARE








મોરબી : ટંકારાના નાના ખીજડીયા ગામે શનિવારે ભીમ ભજનનો કાર્યક્રમ યોજાશે
ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે આગામી તા.૩૦ ને શનિવારે "ગીતો ભરી શામ બાબાસાહબ કે નામ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
ટંકારાના નાના ખીજડીયા ગામે બાબાસાહેબ ડો.આંબેડકરની જન્મજયંતિ નિમિતે 'એક શામ ભીમ કે નામ' ગીતો ભરી શામ બાબાસાહબ કે નામ કાર્યક્રમનું આગામી તા.૩૦ ને શનિવારની રાત્રીના ૯:૩૦ કલાકે આયોજન કરાયેલ છે.જે કાર્યક્રમમાં ગાયક કલાકારો પરેશ રાઠોડ એન્ડ ગ્રુપ તેમજ માયા ચૌહાણ તથા નાનજીભાઈ પરમાર રમઝટ બોલાવશે.જેઅંતર્ગત સાંજના ૭ કલાકે ભીમ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.પ્રવિણભાઈ રાણાભાઈ ચૌહાણ, નરેશભાઈ ચૌહાણ, ભરતભાઇ ચૌહાણ અને લખમણભાઇ ચૌહાણ સહિતનાઓના સહયોગથી આયોજીત કાર્યક્રમમાં પધારવા આયોજકોએ ગ્રામજનોને જાહેર આમંત્રણ પાઠવેલ છે.
આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર
આગામી તા.૩ મે આંતર રાષ્ટ્રિય ઉર્જા દિવસનાં અનુસંધાને ઉર્જાના સ્ત્રોતોની માનવ શક્તિ ઉપર અસરો અંગે પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન કરાયેલ છે. આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબી દ્વારાં તા.૩ મે આંતરરાષ્ટ્રિય ઉર્જા દિવસનાં અનુસંધાને ઘરે બેઠાં પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. સ્પર્ધાનો મુખ્ય હેતું આપણાં સૌમાં ઉર્જા અંગે જાગૃતિ લાવવાનો અને સમજદારીપૂર્વક તેનો ઉપયોગ કરતાં કરવાનો છે. સ્પર્ધાનાં દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે તથા કેટેગરી મુજબ ભાગ લઈ કેટેગરી મુજબ પ્રથમ, દ્વિતિય અને તૃતિય શ્રેષ્ઠ ઉત્તરોને આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી જિલ્લો નામની યુટ્યુબ ઉપર મુકવામાં આવશે.કેટેગરી-૧ (ધો.૧ થી ૪) પ્રશ્ન તમારાં ઘરમાં વિજળીનો ઉપયોગ અને તેની બચત કઈ રીતે કરશો જણાવો. કેટેગરી-૨ (ધો.૫ થી ૮) પ્રશ્ન ઉર્જાએ ભૌતિક વિજ્ઞાનનો માત્રાત્મક ગુણધર્મ છે.ઉર્જા સંરક્ષણનો નિયમ એસ.આઈ.એકમ સાથે જણાવો.કેટેગરી-૩ (ધો.૯ થી ૧૨) પ્રશ્ન વિશ્વમાં સૌર ઉર્જા ક્ષેત્રે ભારતનું સ્થાન અને ભવિષ્ય જણાવો અને કેટેગરી-૪ (કોલેજનાં વિધાર્થીઓ, શિક્ષકમિત્રો,વાલીઓ) માટે પ્રશ્ન ઉર્જાનાં એકમની વ્યાખ્યા આપી ઉર્જાનાં વિવિધ સ્વરૂપો જણાવો.સ્પર્ધકોએ પોતાનો વિડીયો બનાવીને એલ.એમ.ભટ્ટ (મો.87801 27202, 98249 12230) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.97279 86386) પૈકી કોઇ એક નંબર ઉપર છેલ્લી તા.૩ ના રાતના ૯ પહેલા મોકલી આપવાનો રહેશે.
