મોરબી : ટંકારાના નાના ખીજડીયા ગામે શનિવારે ભીમ ભજનનો કાર્યક્રમ યોજાશે
મોરબીના ખાનપર ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા છ શખ્સો ૫.૦૨ લાખના મુદામાલ સાથે પકડાયા
SHARE









મોરબીના ખાનપર ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા છ શખ્સો ૫.૦૨ લાખના મુદામાલ સાથે પકડાયા
મોરબી તાલુકાના ખાનપર ગામે વાડીમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ૫.૦૨ લાખના મુદામાલ સાથે પોલીસે સ્થળ ઉપરથી વાડીના માલિક સહિત છ જુગારીઓની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના ખાનપર ગામે નેસડાના રસ્તા ઉપર વિનોદભાઈ ત્રિભુવનભાઈ પટેલની વાડી આવેલ છે જે વાડીની ઓરડીમાં જુગાર રમતા હોવાની બાતમી મોરબી તાલુકા પોલીસને મળી હતી જેથી આધારે પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે વાડીના માલિક વિનોદભાઈ ત્રિભુવનભાઈ પટેલ, રવિભાઈ પ્રભુભાઈ પટેલ, ભાવેશભાઈ મગનભાઈ પટેલ, ધવલભાઇ ભીમજીભાઇ પટેલ, ચેતનભાઈ મનસુખભાઈ પટેલ અને કલ્પેશભાઈ ગણેશભાઈ પટેલ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે સ્થળ પરથી છ જુગારીઓની ૫.૦૨ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. અને આરોપીઓ સાથે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી
