મોરબીના ખાનપર ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા છ શખ્સો ૫.૦૨ લાખના મુદામાલ સાથે પકડાયા
મોરબીના ઘૂટું પાસેથી બે ચોરાઉ બાઇક સાથે ઘાટલોડીયાનો એક શખ્સ પકડાયો
SHARE
મોરબીના ઘૂટું પાસેથી બે ચોરાઉ બાઇક સાથે ઘાટલોડીયાનો એક શખ્સ પકડાયો
મોરબી તાલુકાના ઘૂટું ગામ પાસે દાડમિયા દાદાના મંદિર પાસે તાલુકા પોલીસની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે ત્યાંથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે તેની પાસેથી વાહનના કાગળો માંગ્યા હતા ત્યારે સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસ દ્વારા પોકેટકોપના માધ્યમથી વાહનના એન્જિન અને ચેસીસ નંબર સર્ચ કરવામાં આવતાં વાહન ચોરાઉ હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે તેની આગવી ઢબે પૂછપરછ કરતા તેની પાસેથી બે ચોરાઉ બાઇક મળી આવ્યા હતા જેથી મોરબી તાલુકા પોલીસે પચાસ હજાર રૂપિયાની કિંમતના બે બાઇકને કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાંથી વાહનચોરીના બનાવો છેલ્લા દિવસોમાં વધ્યા હતા જેથી વાહન ચોરને પકડવા માટે પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવીને વાહન ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી તાલુકા પોલીસ દ્વારા મોરબી નજીકના ઘૂટું ગામ પાસે દાડમિયા દાદાના મંદિર પાસે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે શંકાસ્પદ હાલતમાં પસાર થતાં શખ્સને રોકીને તેની પાસે રહેલ વાહનના કાગળો પોલીસે માંગ્યા હતા ત્યારે સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ કૈલાએ પોકેટકોપના મધ્યમથી તે શખ્સ પાસે રહેલા વાહનના ચેસિસ અને એન્જિન નંબર ચેક કરતા તે ચોરાઉ બાઇક હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે તેની આગવી ઢબે પૂછપરછ કરતા મોરબી મહેન્દ્રનગર ચોકડી નજીકથી તેમજ રોડ ઉપર આવેલ માર્કો વિલેજ સોસાયટી ખાતેથી એમ કુલ મળીને બે બાઇકની ચોરી કરવામાં આવી હતી જે બંને ચોરાઉ બાઇક તેની પાસેથી મળી આવ્યા હતા જેથી પોલીસે રૂપિયા પચાસ હજારનો મુદ્દામાલ કબજે કરીને કિશન રમેશભાઈ પટેલ (ઉમર ૨૪) રહે આબલી ગામ મંદિર વાળો વાસ ઘાટલોડિયા અમદાવાદ વાળાની ધરપકડ કરેલ છે