મોરબીના ઘૂટું પાસેથી બે ચોરાઉ બાઇક સાથે ઘાટલોડીયાનો એક શખ્સ પકડાયો
વાંકાનેરના વિઠ્ઠલપરમાં બાઇક ધીમું ચલાવવાનું કહેવા ગયેલા યુવાન સહિત બે વ્યક્તિને ત્રણ શખ્સોએ માર માર્યો
SHARE









વાંકાનેરના વિઠ્ઠલપરમાં બાઇક ધીમું ચલાવવાનું કહેવા ગયેલા યુવાન સહિત બે વ્યક્તિને ત્રણ શખ્સોએ માર માર્યો
વાંકાનેર તાલુકના વિઠ્ઠલપર ગામમાં બાઇક ધીમું ચલાવવા માટે યુવાને બાઇક ચાલકને સમજાવ્યો હતો જો કે, તે માણતો ન હતો જેથી તેના ફૂલ સ્પીડમાં બાઇક ચલાવતા શખ્સનાં ભાઈને આ બાબતે સમજાવવા માટે ગયેલા યુવાન સહિત બે વ્યક્તિઓને ગામના પાટિયા પાસે આવેલ નર્મદાના પાણીના વાલ નજીક ત્રણ શખ્સોએ ગાળો આપીને માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાનાં વિઠ્ઠલપરમાં રહેતા દિનેશભાઇ શામજીભાઇ વીંજવાડીયા જાતે કોળી (ઉ.૪૨)એ હાલમાં વિજય ગોવિંદભાઇ સારલા, નવઘણ ઉર્ફે લાલો મનજીભાઇ સારલા અને પ્રવિણ ઉર્ફે કાનો મનજીભાઇ સારલા રહે. બધા વિઠ્ઠલપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી વિજયનો નાનો ભાઇ સંજય તેનુ મોટર સાયકલ ફરીયાદીના ઘર પાસેથી ફુલ સ્પીડમાં ચલાવી નીકળતો હતો જેથી કરીને ફરીયાદીએ તેને વારંવાર સમજાવવા છતા તે માનતો ન હતો જેથી કરીને આરોપી વિજયને સમજાવવા કહ્યું હતું જે તેને સારૂ ન લાગતા ત્રણેય આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને ફરીયાદી તથા સાહેદ ગણેશભાઇને ભુંડા બોલી ગાળો આપી હતી અને ઢીકા પાટુનો માર મારી આરોપી વિજયે એલ્યુમિનીયમની પટ્ટી વડે ગણેશભાઇને માથામાં પાછળના ભાગે ગંભીર ઇજા કરી હતી તેમજ ફરીયાદીને વાંસામાં, થાપાથી ઉપરના ભાગે તથા બંને પગમાં એલ્યુમિનીયમની પટ્ટી મારી મુંઢ ઇજા કરી હતી તો આરોપી પ્રવિણે ફરીયાદીને મોઢા પર નખ મારીને ઇજાઓ કરી હતી જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪ અને જીપીએકટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
