મોરબી નજીકથી 2500 લિટર જવલંતશીલ પદાર્થ ભરેલ ટેન્કર અને બે ટ્રક સહિત 72.25 લાખનો મુદામાલ કબ્જે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને રખડતા ઢોર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીનાં ગાળા ગામે હિટાચીના ભાવ તાલ બાબતે બોલાચાલી બાદ ચાર શખ્સોએ યુવાન, તેના પિતા સહિત ચાર વ્યક્તિને માર માર્યો


SHARE













મોરબીનાં ગાળા ગામે હિટાચીના ભાવ તાલ બાબતે બોલાચાલી બાદ ચાર શખ્સોએ યુવાન, તેના પિતા સહિત ચાર વ્યક્તિને માર માર્યો

મોરબી તાલુકાનાં જેતપર ગામે હિટાચી જોવા માટેગાળા ગામેથી ગયેલા યુવાન સહિતના બે વ્યક્તિને વાહનના ભાવ તાલ બાબતે બોલાચાલી થયેલ હતી જેથી કરીને મોરબી તાલુકાનાં ગાળા ગામે સ્વામીનારાયણ નગરમાં આવીને ચાર શખ્સો દ્વારા યુવાન, તેના પિતા સહિત ચાર વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાનાં ગાળા ગામે સ્વામીનારાયણ નગરમાં રહેતા રાજેશભાઇ ભગવાનજીભાઇ કુંડારીયા જાતે પટેલ (ઉ.૪૭)એ હાલમાં નવઘણભાઇ વેલાભાઇ ભીલ રહે-જેતપર, મેહુલભાઇ પટેલ રહે-ચરાડવા, મનશુખભાઇ વેલાભાઇ ભીલ રહે-જેતપર અને એક અજાણ્યા શખ્સ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના દિકરા પારસભાઇ તથા સાહેદ હેમંતભાઇએ આરોપી નવઘણભાઇ વેલાભાઇ ભીલના ઘર પાસે રાખેલ હિટાચી જોવા માટે ગયેલ હતા અને તે બાબતે આરોપી નવઘણભાઇ વેલાભાઇ ભીલ સાથે હેમંતભાઇના ફોનમા વાતચીત કરતા હતા ત્યારે પારસભાઇ સાથે હીટાચીના ભાવ તાલ બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યાર બાદ ચારેય આરોપીઓ જુદીજુદી બે કારમાં ત્યાં આવ્યા હતા અને ફરીયાદીના ઘર પાસે આવીને ફરિયાદી તેમજ સાહેદ સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી તેમજ નવઘણભાઇ વેલાભાઇ ભીલે ગાડીમાંથી લાકડાનો ધોકો કાઢી ફરીયાદીને જમણા હાથ, વાસા તથા પગના ભાગે માર્યો હતો અને આરોપી મનશુખભાઇ વેલાભાઇ ભીલએ ગાડીમાંથી લાકડાનો ધોકો કાઢી સાહેદ દર્શભાઇને માથાના ભાગે માર્યો હતો જેથી તેને માથામા ત્રણ ટાંકા આવ્યા છે અને બે આરોપીઓએ પારસને ઢીકા પાટુનો માર મારીને ઇજા કરી હતી જેથી કરીને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ઇ.પી.કો કલમ ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૫૦૪, ૧૧૪ તથા જીપીએક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે








Latest News