મોરબી નજીકથી 2500 લિટર જવલંતશીલ પદાર્થ ભરેલ ટેન્કર અને બે ટ્રક સહિત 72.25 લાખનો મુદામાલ કબ્જે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને રખડતા ઢોર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે ફળિયામાં દીવાલની તકરારમાં યુવાન ઉપર ચાર પિતરાઇ ભાઈઓનો તલવાર-ધોકા વડે હુમલો


SHARE













મોરબીના નવલખી રોડે ફળિયામાં દીવાલની તકરારમાં યુવાન ઉપર ચાર પિતરાઇ ભાઈઓનો તલવાર-ધોકા વડે હુમલો

મોરબીના નવલખી રોડ સેન્ટમેરી સ્કુલ પાસે આવેલા મફતીયા પરામાં રહેતા યુવાનને ઘરના ફળિયામાં દીવાલ કરવા બાબતે તેના ચાર પિતરાઇ ભાઈઓ સાથે તકરાર ચાલી રહી હતી હતી તેવામાં ચારેય ભાઈઓએ એક સંપ કરીને યુવાન સહિતનાને માર માર્યો હતો તેમજ યુવાનને માથાના પાછળના ભાગે તલવાર માર હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને તેને સારવાર લીધા બાદ ચાર પિતરાઇ ભાઇઓની સામે ફરિયાદ નોંધાવતાં મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના માધાપર શેરી નં ૨૨ માં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગનું કામ કરતાં રાજેશભાઇ સવજીભાઇ પીપળીયા જાતે-કોળી (ઉ.૨૨)એ શંકર બાબુ પીપળીયા, અશોક બાબુ પીપળીયા, ચંદુ બાબુ પીપળીયા-કોળી અને કેતન બાબુ પીપળીયા રહે. ચારેય મોરબી નવલખી રોડ સેન્ટમેરી સ્કુલ પાસે વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના નવલખી રોડ સેન્ટમેરી સ્કુલ પાસે મફતીયા પરામાં તે રહે છે અને આરોપીઓ તેના પીતરાઇ ભાઇ થાય છે અને રહેણાંક મકાનના ફળીયામા દીવાલ બનાવવા બાબતે તકરાર ચાલતી હતી અને ત્યાર બાદ ઝઘડો કરીને ગાળો આપી હતી અને શંકર બાબુ પીપળીયાએ ફરીયાદીને તલવાર વડે માથાના પાછળના ભાગે ઇજા કરી હતી તેમજ અન્ય આરોપીઓએ લાકડી વડે ફરિયાદી યુવાન તેમજ સહેદને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં યુવાનની ફરિયાદ લઈને પોલીસે ચાર શખ્સોની સામે આઇ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે








Latest News