મોરબીના નવલખી રોડે ફળિયામાં દીવાલની તકરારમાં યુવાન ઉપર ચાર પિતરાઇ ભાઈઓનો તલવાર-ધોકા વડે હુમલો
મોરબીના લખધીરપુર રોડે સિરામિક કારખાનના કવાર્ટરમાં પરિણીતાએ કર્યો આપઘાત
SHARE









મોરબીના લખધીરપુર રોડે સિરામિક કારખાનના કવાર્ટરમાં પરિણીતાએ કર્યો આપઘાત
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સિરામિક કારખાના લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઇને મહિલાએ આપઘાત કર્યો હતો જેથી તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને મહિલાએ કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના લખધીપુર રોડ ઉપર આવેલ સુપિરિયર સિરામિક નામના કારખાનાની અંદર લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા રાજસિંગ બાબુરામ ગૌતમના પત્ની રાનીદેવી રાજસિંહ ગૌતમ (ઉંમર ૨૪) એ પોતાના કવાર્ટરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને મહિલાએ ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં મોરબી તાલુકા પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવે છે
દેશીદારૂનો આથો
માળીયા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં પનારા તળાવની પાળ પાસે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે હાલમાં ૨૦૦ લીટર આથા સાથે મુકેશ ઉર્ફે ગુજી બાબુભાઈ દેગામાં જાતે કોળી (ઉંમર ૩૭) રહે. ખાખરેચી ગામ વાળાની ધરપકડ કરેલ છે
