મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ ઓહાપોહ કરતાં ગેસ કંપની નેચરલ ગેસ આપવા તૈયાર: ભાવ વધારાની લટકતી તલવાર
હળવદના યુવા આગેવાન તપન દવેના જન્મ દિવસની સેવા કાર્યો થકી ઉજવણી
SHARE









હળવદના યુવા આગેવાન તપન દવેના જન્મ દિવસની સેવા કાર્યો થકી ઉજવણી
હળવદ શહેરના સામાજિક કાર્યકર અને મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. તેમના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સવારે ગૌશાળામાં ગૌમાતા માટે નીરણ નાખવામાં આવ્યું હતું. આ સિવાય શહેરમાં નિ:શુલ્ક હૃદયરોગ નિદાન કેમ્પનું આયોજન રજોધરજી હાઇસ્કુલ કરવામાં આવ્યું હતું.
કેમ્પનો 115 દર્દીઓએ લાભ લીધો હતો.દર્દીઓને કર્ડિયોગ્રામ, ડાયાબિટીસ તેમજ બ્લડપ્રશર જેવી તપાસ વિનામૂલ્યે કરી આપવામાં આવી હતી.કેમ્પમાં લાભ લીધેલ દર્દીઓમાંથી 50 કરતા વધુ દર્દીઓને આગળની સારવારનું માર્ગદર્શન આપવામાં આવેલ. નવજીવન વિકલાંગ સેવાશ્રમ ખાતે દિવ્યાંગ બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી બ્રિજેશભાઈ મેરજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથારીયા, ધારાસભ્ય પરષોત્તમભાઈ સાબરીયા, દિપકદાસજી મહારાજ, બિપીનભાઈ દવે, હસુભાઈ પંડ્યા, રણછોડભાઈ દલવાડી, મામલતદાર નાનજીભાઈ ભાટી, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, જીગ્નેશભાઈ કૈલા, અજયભાઇ રાવલ, ભાવેશભાઈ ઠક્કર, ઉર્વશીબેન પંડ્યા, જશુબેન પટેલ, પ્રદ્યુમનભાઈ પટેલ, સંગીતાબેન ભીમાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
