મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં બાળ લગ્નના સામાજીક દૂષણને અટકાવવા તંત્ર દ્વારા અપીલ


SHARE

















મોરબી જિલ્લામાં બાળ લગ્નના સામાજીક દૂષણને અટકાવવા તંત્ર દ્વારા અપીલ

આગામી તા.૩/૫ ના રોજ અક્ષય તૃતીયા (અખાત્રીજ) ના દિવસે દરેક જ્ઞાતીના લગ્ન તથા સમૂહ લગ્નો યોજાનાર છે. ત્યારે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ ની કાયદાકીય જોગવાઈઓ મુજબ બાળ લગ્ન કરવા કે કરાવવા ગુનો બને છે. બાળ લગ્ન અધિનિયમ મુજબ કન્યાની ઉંમર ૧૮ વર્ષ પુરી હોય અને વરની ઉંમર ૨૧ વર્ષ પુર્ણ હોય તો જ લગ્ન થઈ શકે છે. અને આ ઉમર કરતા નાની ઉમરે લગ્ન કરવાએ ગુનો બને છે.

લગ્નમાં જોડાયેલા જેવા કે સમૂહ લગ્ન આયોજકો, સામાજીક આગેવાનો, ગોર મારાજ, લગ્ન કરાવનાર કાજી, રસોયા, કેટરર્સ, મંડપ ડેકોરેશન, બગીવાળા, ડીજે-બેન્ડ વાજા, ફોટો અને વીડિયોગ્રાફર તેમજ લગ્ન કંકોત્રી છાપવાવાળા તેમજ લગ્નમાં આવનાર સગાસબંધીઓ અને લગ્ન માટે વાડી ભાડે આપનાર દરેકને તથા જાહેર જનતાને મોરબી જિલ્લાના બાળ સુરક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ એક લાખ રૂપિયા દંડ તથા બે વર્ષ સુધીની કેદ સજા પાત્ર ગુનો છે, અને આ સામાજીક દૂષણને અટકાવવું તે આપણા સૌની જવાબદારી છે. જો આવા લગ્ન કરવા દેવામાં આવે તો દીકરા, દીકરીઓ ઉપર ઘણી વિપરીત અસર થાય છે. જેથી આપના ગામમાં કે મોહલ્લામાં બાળલગ્ન ન થાય તેની તકેદારી રાખવી અને આ લગ્ન થતા જણાઈ આવે તો તાત્કાલિક બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી (ઇ.ચા) મિલનભાઇ પંડિત (૯૯૧૩૨૩૭૫૦૦), જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલ શેરશિયા (૯૪૨૭૫૧૨૮૩૬), સુરક્ષા અધિકારી રિતેશકુમાર ટી. ગુપ્તા (૯૫૮૬૪૦૫૪૫૩), લીગન કમ પ્રોબેશન ઓફિસર રોશનીબેન પટેલ (૯૦૩૩૫૬૯૨૪૯), ચાઇલ્ડ લાઇન ૧૦૯૮ (ફ્રી હેલ્પલાઇન), પોલીસ (૧૦૦), મહિલા અભયમ્ ૧૮૧ (ફ્રી હેલ્પ લાઇન)નો સંપર્ક સાધી જાણ કરવા અને આપેલી માહિતી ગુપ્ત રાખવામા આવશે તેમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલ શેરશિયાએ જણાવેલ છે.

કલાકારો ઓળખપત્ર મેળવવા અરજી કરી શકશે

ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા કલાકારો માટે ઓળખપત્ર આપવાની કામગીરી કરવામાં આવનાર છે. નાટક, નૃત્ય, ગાયન, વાદન, કઠપુતળી, છબીકલા, લોકકલા, ચિત્રકલા, શિલ્પકલા, ગ્રાફીક્સ તેમજ લોકશૈલીની પારંપારીક અને વારસાગત કલાક્ષેત્રે કામ કરતા કલાકારો કે જેઓનું કલાક્ષેત્રે ઓછામાં ઓછું પાંચ વર્ષનું યોગદાન હોય તેઓએ ઓળખપત્ર મેળવવા માટે આ ફોર્મ ભરી શકેશે. આ કલાકારો ફોર્મમાં શરત નં. ૮.૧ અને ૮.૨ નિયમ મુજબ પાત્રતા ધરાવતા હોવા જોઈએ. વધુ વિગત તથા ફોર્મ મેળવવા માટે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રુમનં. ૨૩૬/૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી-૨ ખાતે સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.  




Latest News