મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ ઓહાપોહ કરતાં ગેસ કંપની નેચરલ ગેસ આપવા તૈયાર: ભાવ વધારાની લટકતી તલવાર


SHARE















મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ ઓહાપોહ કરતાં ગેસ કંપની નેચરલ ગેસ આપવા તૈયાર: ભાવ વધારાની લટકતી તલવાર

મોરબીના સિરામિક ઉદ્યોગમાં દૈનિક જેટલા નેચરલ ગેસ ગેસની જરૂરિયાત છે તેટલો ગેસ સપ્લાઈ કરવામાં આવે તો ગેસના ભાવમાં વધારો કરવો પડે તેમ છે જેથી ગેસની સપ્લાઈમાં માર્ચ મહિનાથી ૨૦ ટકા કાપ મૂકવામાં આવ્યો છે જો કે, કાપ મૂકવામાં આવ્યા પછી પણ ઉદ્યોગકારોને પૂરતા પ્રમાણમા ગેસ મળતો ન હતો જેથી કરીને ઉદ્યોગકારોએ ગેસ કંપનીની ઓફિસે ઓહાપોહ કરતાં ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગકારોને ગેસ આપવા માટેની તૈયારી બતાવી છે અને તેઓની પાસેથી તેને કેટલા ગેસની જરૂરિયાત છે તેની માહિતી માંગવામાં આવી છે જો કે, તાજેતરમાં સીએનજી ગેસના ભાવમાં વધારો થયો છે જેથી કરીને છેલ્લી ઘડિયાએ ગેસના ભાવમાં વધારાનો બોમ્બ ફૂટે ત્યેવી શક્યતા છે

મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસમાં ગુજરાત ગેસ કંપની દ્વારા દરેક કારખાનામાં જેટલો ગેસ ઉપાડવામાં આવે છે તેમાં ગત માર્ચ મહિનાથી ૨૦ ટકા સુધીનો કાપ મુકવામાં આવેલ છે જો કે,  કાપ મૂકવામાં આવ્યા પછી પણ ઉદ્યોગકારોને ગેસની ૧૦૦ ટકા સપ્લાઈ કરવામાં આવતી નથી જેથી ઉદ્યોગકારોને કારખાના ચલાવવા કેવી રીતે તે પ્રશ્ન ઊભો થયો છે જેથી ગુજરાત ગેસ કંપનીની લાલપર ગામ પાસે જે ઓફિસ આવેલ છે ત્યાં મોરબીના સિરામિક ઉદ્યોગકારો પહોચ્યા હતા અને કારખાનેદારોને પૂરતા પ્રમાણમાં નેચરલ ગેસની સપ્લાઈ કરવામાં આવે તેવી માંગ કરી હતી

અત્રે ઉલેખનીય છે કે,  જે ઉદ્યોગકારોએ એપ્રિલ માહિનામાં જેટલો ગેસ વાપર્યો હોય તેટલો જ આગામી મે માહિનામાં આપવામાં આવશે તેવા ઈમેલ ગુજરાત ગેસ કંપની દ્વારા કારખાનેદારોને કરી દેવામાં આવ્યા હતો અને જે કારખાનેદારોએ એપ્રિલ માહિનામાં કારખાનનું બંધ રાખ્યું હોય અથવા તો ઓછો ગેસ વાપર્યો હોય તેને તે મુજબ ગેસ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેથી સિરામિક ઉદ્યોગકારોએ જો એપ્રિલ માહિનામાં કારખાનું બંધ રાખેલ હોય તો તેને મે માહિનામાં પણ કારખાનું ગેસ ન મળવાના લીધે બંધ રાખવું પડે તેવી પરિસ્થિતી ઊભી થઈ હતી જેથી ઉદ્યોગકારોએ ગેસની માંગ સાથે ગેસ કંપનીની લાલપર પાસે આવેલ ઓફિસે ઓહાપોહ કર્યો હતો જેના લીધે હાલમાં ગેસ કંપની ઢીલી પડી છે

મોરબી સિરામિક વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, અંદાજે ૧૦૦ જેટલા કારખાનેદારોએ ચાલુ માહિનામાં તે કારખાના બંધ રાખેલ હતા તેને ગેસનો ઉપયોગ કરેલ નથી તો તેને આગામી માહિનામાં જો કારખાના ચાલુ કરવા હોય ડિમાન્ડ કરવાની હોય છે જો કે, કેટલા કારખાનેદારોએ ડિમાન્ડ કરી ન હતી આ પરિસ્થિતિમાં તેને ગેસ કંપની દ્વારા ગેસ આપવામાં ન આવે તો લગભગ ૧૦૦ થી વધુ કારખાનેદારોને ગેસના અભાવે કારખાન બંધ રાખવા પડે તેમ હતું જેથી કરીને તે તમામ કારખાનેદારો ગુજરાત ગેસની ઓફિસે પહોચ્યા હતા અને ગેસ તેને આપવામાં આવે તેવી માંગ કરી હતી જેના આધારે હાલમાં ગેસ કંપનીએ કારખાનેદારોને જોઈએ તેટલો ગેસ આપવામાં આવસે તેવી બાહેંધરી આપેલ છે

મોરબી સિરામિક બોલ ટાઇલ્સ એસો.ના પ્રમુખ હરેશભાઈ બોપલિયાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, મોરબીના સિરામિક ઉદ્યોગકારોમાંથી જેને એપ્રિલ મહિના ગેસનો ઉપયોગ કરેલ હતો તેને ગેસ કંપનીના ઈમેલ આવી ગયા હતા જો કે, ઘણાને ઈમેલ આવેલ હતા જેથી તેને ગેસ ન આપવામાં આવે તેવી સ્થિતિ હતી જેથી સિરામિકનું ઉત્પાદન કેવી રીતે કરવું ?, કારખાના કેવી રીતે ચલાવવા ? તે સહિતના પ્રશ્નો ઊભા થાય તેવી શક્યતા હતી જેથી મંત્રી બ્રિજેશ મેરજા, ઉર્જા મંત્રી અને ગેસ કંપનીના અધિકારીઓ સાથે આ મુદે વાત કરી હતી જેથી તે લોકોનો ઈમેલ આવી ગયો છે અને અહીના ઉદ્યોગકારો પાસેથી તેને કેટલા ગેસની ડિમાન્ડ છે તેની માહિતી માંગવામાં આવી છે અને ગેસ તમામને મળશે તેવી ખાતરી આપવામાં આવી છે

અત્રે ઉલેખનીય છે કે, અગાઉ ગેસ નથી માટે જેને જેટલો ગેસ વાપર્યો છે તેટલો જ ગેસ આપવામાં આવશે તેવું કહેતી ગેસ કંપની હાલમાં ગેસ આપવામાં માટે તૈયાર થઈ ગયેલ છે ત્યારે આગામી દિવસોમાં ઉદ્યોગકારોને ગેસ મળશે તે નિશ્ચિત છે જો કે, ગેસનો ભાવ હાલમાં જે છે તે જ રાખવામા આવશે કે પછી હમેશની જેમ જ ગેસના ભાવમાં વધારાનો બોમ્બ છેલ્લી ઘડિયાએ ફોડવામાં આવશે તે તો આગામી સમયા જ બતાવશે હાલમાં સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવે છે જેથી કરીને ઉદ્યોગમાં વપરાતા ગેસના ભાવમાં પણ વધારો કરવામાં આવે ટેવ સંકેત મળી રહ્યા છે જો કે, ગેસ કંપની ઉદ્યોગકારોને દૈનિક વપરાશના ૨૦ ટકા કાપ કરીને જૂના ભાવ મુજબ જ ગેસ આપશે કે કેમ તેના ઉપર સહુની નજર મંડાયેલ છે 






Latest News