મોરબી જિલ્લામાં બાળ લગ્નના સામાજીક દૂષણને અટકાવવા તંત્ર દ્વારા અપીલ
વાંકાનેરમાં પાર્થધ્વજ હનુમાનજી યુવક મંડળ અને ટંકારમાં સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા સમૂહલગ્નનું આયોજન
SHARE









વાંકાનેરમાં પાર્થધ્વજ હનુમાનજી યુવક મંડળ અને ટંકારમાં સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા સમૂહલગ્નનું આયોજન
વાંકાનેરના જીનપરા ગૌશાળા રોડ ઉપર આવેલ પાર્થધ્વજ હનુમાનજી યુવક મંડળ દ્વારા આગામી તા.૧ ને રવિવારના રોજ ૧૭ મો સર્વજ્ઞાતિ સમુહ લગ્ન તેમજ સમુહ યજ્ઞોપવિત તથા મહા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આવી જ રીતે ટંકારામાં સરદાર લેઉવા પાટીદાર સમાજ યુવા સમિતિ, મહીલા સમિતિ દ્વારા તા. ૩ ના રોજ અખાત્રીજના પાવન દિવસે તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે
પાર્થધ્વજ હનુમાનજી યુવક મંડળ દ્વારા સર્વજ્ઞાતિ સમુહ લગ્ન પહેલા શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડો. દિલીપભાઈ વ્યાસે શ્રોતાઓને કથાની રસપાન કરાવ્યુ હતું અને કથામાં રૂક્ષ્મણી વિવાહ સહિતના પ્રસંગને ધામધુમથી ઉજવવામાં આવ્યા હતા અને શનિવારે સુદામા ચરિત્ર, પરીક્ષીત મોક્ષ ત્યારબાદ કથા પૂર્ણાહુતી તથા શાંતી હવન યોજાશે. આ કથા દરમ્યાન પૃથ્વીરાજસિંહ (ઘોઘુભા જાડેજા), નામદાર મહારાણા કેશરીદેવસિંહજી દિગ્વીજયસિંહજી ઝાલા (વાંકાનેર સ્ટેટ), સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, વજુભા સજુભા ઝાલા (પ્રમુખ વાંકાનેર રાજપુત સમાજ), પ્રજ્ઞેશભાઈ પટેલ (ઉદ્યોગપતિ વાંકાનેર) પરેશભાઈ મઢવી, નિતીનભાઈ શેઠ, કાંતીલાલ આર. ભાટીયા, લલીતભાઈ મહેતા, અમિતસિંહ રાણા સહિત અનેક મહાનુભાવો કથા મંડપમાં ઉપસ્થિત રહ્યા હતા. અને તા ૧ ના રોજ કથા મંડપ સ્થળે જ સર્વજ્ઞાતિ સમુહ લગ્ન, સમુહ યજ્ઞોપવિત તથા મહા રકતદાન કેમ્પ યોજાશે. જેમાં ૧૧ નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે ત્યારે નવયુગલોને મહંત છબીલદાસબાપુ (રઘુનાથજી મંદિર વાંકાનેર), સંત મહીપતરામ સાપકડા, સંત નિખીલદેવજી (લીલાધરા યોગ આશ્રમ વઘાસીયા), મહંત અશ્ર્વિનભાઈ રાવલ (ગાયત્રી શકિતપીઠ) તથા મહંત વિશાલભાઈ પટેલ (ફળેશ્ર્વર મંદિર) વાળા ઉપસ્થિત રહી નવદંપતીઓને આશિર્વચન આપશે.
લેઉવા પાટીદાર સમાજ
ટંકારામાં સરદાર લેઉવા પાટીદાર સમાજ યુવા સમિતિ, મહીલા સમિતિ દ્વારા તા. ૩ ના રોજ અખાત્રીજના પાવન દિવસે તૃતીય સમૂહ લગ્નોત્સવનું શ્રી દેવકુવર શૈક્ષણિક સંકુલ ટંકારા ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૧૦ યુગલો લગ્નગ્રંથિથી જોડાશે અને પ્રભુતામાં પગલાં પાડશે. ત્યારે દાતાઓ તરફથી કન્યા દાનમાં સોનાની બુટ્ટી, દાણો, ચૂક, ચાંદીની ગાય. તુલસી ક્યારો, ફર્નિચર, રસોડા સેટ સહિતની ૬૭ આઈટમો આપવામાં આવશે અને આ તકે પ્રમુખ અશોકભાઈ ડી. પટેલ, ઉપપ્રમુખ બેચરભાઈ ઢેઢી, લવજીભાઈ ઢેઢી, સંજયભાઈ ભાગિયા, ગંગારામભાઈ ચૌધરી સહિતના હાજર રહેશે અને સમૂહ લગ્નોત્સવ માટે શ્રીમતી મનીષાબેન ગોસરા, જીલુભાઈ ઢેઢી, મીઠાભાઇ ગોસરા, મુકેશ ભાઈ દુબરીયા, હસમુખભાઈ દુબરીયા, અશોકભાઈ સંઘાણી, અમૃતભાઇ નમેરા સહિત કારોબારી સભ્યો, આગેવાનો તથા યુવાનો તડામાર તૈયારી કરી રહેલા છે.
