મોરબીની રેવા ટાઉનશિપના ૧૭ વર્ષની યુવતીએ ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
હળવદના તળાવમાં ડૂબી જવાથી ૧૨ વર્ષના બાળકનું મોત
SHARE









હળવદના તળાવમાં ડૂબી જવાથી ૧૨ વર્ષના બાળકનું મોત
હળવદમાં આવેલ તળાવમાં બાળક ડૂબી ગયો હોવાની તંત્રને જાણ કરવામાં આવી હતી જેથી કરીને તળાવમાં બાળકની શોધખોળ કરવામાં આવી હતી અને બાર વર્ષના બાળકનો મૃતદેહ તળાવના પાણીમાંથી મળી આવ્યો હતો જેથી પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદના ખારી વાડી વિસ્તારની અંદર રહેતા દિનેશભાઈ પ્રજાપતિનો બાર વર્ષનો દીકરો સિધ્ધરાજ હળવદમાં આવેલ શરણેશ્વર મહાદેવ મંદિર પાસે તળાવના કાંઠે હતો ત્યારે પાણીમાં ડૂબી ગયો હોવા અંગેની તંત્રને જાણ કરવામાં આવી હતી જેથી કરીને તાત્કાલિક ટીમો સ્થળ ઉપર આવી ગઈ હતી અને તળાવમાં ડૂબી ગયેલા બાળકને શોધવા માટે શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને શોધખોળના અંતે તળાવના પાણીમાંથી સિધ્ધરાજ દિનેશભાઈ પ્રજાપતિ (૧૨) નામના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.
