વાંકાનેરમાં ઝાડમાં ટુવાલ બાંધીને ગળાફાસો ખાઈને અજાણ્યા યુવાને કર્યો આપઘાત
મોરબીની રેવા ટાઉનશિપના ૧૭ વર્ષની યુવતીએ ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
SHARE









મોરબીની રેવા ટાઉનશિપના ૧૭ વર્ષની યુવતીએ ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
મોરબી શહેરમાં સનાળા રોડ ઉપર આવેલ રેવા ટાઉનશિપના બિલ્ડિંગમાં રહેતી ૧૭ વર્ષની યુવતીએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને યુવતીએ કયા કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના ફડસર ગામે રહેતા અને પશુપાલનનો ધંધો કરતા બુટાભાઈ નથુભાઈ ગમારા જાતે ભરવાડ (ઉંમર ૪૮)ની દીકરી શીતલબેન બુટાભાઈ ગમારા જાતે ભરવાડ (ઉંમર ૧૭) મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ રેવા ટાઉનશિપમાં બી/૧ બિલ્ડીંગ ૧૦૩/૧ બ્લોકમાં રહેતી હતી અને તેને કોઈ અગમ્ય કારણોસર રેવા ટાઉનશિપના બ્લોકમાં છતના હુક સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી મૃતક યુવતીના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને મૃતક યુવતીના પિતાએ જાણ કરતાં હાલમાં પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને યુવતીએ કયા કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરેલ છે
