હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબી ઇદ મસ્જીદ રોડે આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો, એકની શોધખોળ


SHARE

















મોરબી ઇદ મસ્જીદ રોડે આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો, એકની શોધખોળ

મોરબી ઇદ મસ્જીદ રોડ મદીના પેલેસ સામે રોડ ઉપર આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે એક શખ્સ મોબાઈલ ફોન ઉપર બીજા શખ્સની સાથે રનફેરનો જુગાર રમતો હોવનું સામે આવ્યું હતું જેથી પોલીસે કુલ મળીને ૧૦,૨૦૦ ના મુદામાલ સાથે હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

બનાવની જાણવા માલતિ માહિતી મુજબ મોરબી ઇદમસ્જીદ રોડ મદીના પેલેસ સામે રોડ ઉપર આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જીસાનભાઇ ઇબ્રાહીમભાઇ ચાનીયા જાતે સંધી (ઉ.૩૩) રહે. ઇદમસ્જીદ રોડની પાછળ મદીના પેલેસ સામે મોરબી વાળો મળી આવ્યો હતો અને આ શખ્સ લાઇવ ગુરૂ ઓનલાઈન એપ્લીકેશનમા લાઇવ મેચ જોઈને મુબંઇ તથા રાજસ્થાન ની ક્રિકેટ મેચ ઉપર આરોપી અલ્તાફભાઇ અલીમામદભાઇ ચાનીયા રહે. મોરબી વાળો જેના મો. નં. ૯૩૯૫૧૯૩૭૭૪ છે તેની સાથે રનફેરનો જુગાર રમતો હતો જેથી પોલીસે રોકડા ૨૨૦૦ તથા મોબાઇલ ફોન ૮૦૦૦ મે કુલ મળીને ૧૦,૨૦૦ ના મુદામાલ સાથે હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને આરોપી અલ્તાફભાઇ અલીમામદભાઇ ચાનીયાને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News