મોરબી ઇદ મસ્જીદ રોડે આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો, એકની શોધખોળ
મોરબીના ખાખરાળા પાસે કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઇને પરિણીતાએ કર્યો આપઘાત
SHARE









મોરબીના ખાખરાળા પાસે કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઇને પરિણીતાએ કર્યો આપઘાત
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા ગામ પાસે કારખાનામાં મજૂરી કામ કરતી અને ત્યાં રહેતી પરિણીતાએ કોઈ કારણોસર પોતાની ઓરડીમાં ગળાફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા ગામ પાસે ગ્રો મોર લેમીનેટ નામનું કારખાનું આવેલ છે ત્યાં મજૂરી કામ કરતી અને રહેતી એંજેલબેન સિકંદરભાઈ ચૌહાણ (ઉંમર ૨૨) એ પોતાના લેબર કવાર્ટરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જે બનાવની જાણ થતાં મહિલાના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક પરિણીતાનો લગ્નગાળો ત્રણ વર્ષનો હતો અને તેને સંતાન ન હતું હાલમાં પરણિતાએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તાલુકા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે
