મોરબી: જુના નસીતપર ગામની શાળામાં શિક્ષિકાએ સ્માર્ટ ટીવી ભેટ આપ્યું મોરબીના લૂંટ-ધાડના ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી 20 વર્ષની સજા મોરબીમાં યુવાન સહિત બે વ્યક્તિ ઉપર ધારિયા વડે હુમલો કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં વ્યાજના રૂપિયા માટે વૃદ્ધ અને તેના દીકરાને ધમકી આપનારા વધુ એક વ્યાજખોરની ધરપકડ મોરબી વોર્ડ નંબર 5 ના સ્થાનિક પ્રશ્નોની મહિલા ભાજપ આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં આવેલ કબીર આશ્રમ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો
Morbi Today

મોરબીનાં ગાળા ગામે હિટાચીના ભાવ તાલ બાબતે યુવાન, તેના પિતા સહિત ચાર વ્યક્તિને માર મારનારા આરોપીઓની ધરપકડ


SHARE













મોરબીનાં ગાળા ગામે હિટાચીના ભાવ તાલ બાબતે યુવાન, તેના પિતા સહિત ચાર વ્યક્તિને માર મારનારા આરોપીઓની ધરપકડ

મોરબી તાલુકાનાં જેતપર ગામે હિટાચી જોવા માટે ગાળા ગામેથી ગયેલા યુવાન સહિતના બે વ્યક્તિને વાહનના ભાવ તાલ બાબતે બોલાચાલી થયેલ હતી જેથી ગાળા ગામે સ્વામીનારાયણ નગરમાં આવીને ચાર શખ્સો દ્વારા યુવાન, તેના પિતા સહિત ચાર વ્યક્તિને માર માર્યો હતો જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે

મોરબી તાલુકાનાં ગાળા ગામે સ્વામીનારાયણ નગરમાં રહેતા રાજેશભાઇ ભગવાનજીભાઇ કુંડારીયા જાતે પટેલ (ઉ.૪૭)એ નવઘણભાઇ વેલાભાઇ ભીલ, મેહુલભાઇ પટેલ, મનશુખભાઇ વેલાભાઇ ભીલ અને એક અજાણ્યા શખ્સ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તેના દિકરા પારસભાઇ તથા સાહેદ હેમંતભાઇએ આરોપી નવઘણભાઇ વેલાભાઇ ભીલના ઘર પાસે રાખેલ હિટાચી જોવા માટે ગયેલ હતા અને તે બાબતે આરોપી નવઘણભાઇ વેલાભાઇ ભીલ સાથે હેમંતભાઇના ફોનમા વાતચીત કરતા હતા ત્યારે પારસભાઇ સાથે હીટાચીના ભાવ તાલ બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યાર બાદ ચારેય આરોપીઓ જુદીજુદી બે કારમાં ત્યાં આવ્યા હતા અને ફરીયાદીના ઘર પાસે આવીને ફરિયાદી તેમજ સાહેદ સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી અને માર માર્યો હતો આ ગુનામાં પોલીસે આરોપી નવઘણભાઇ વેલાભાઇ ભીલ (૩૫) રહે-જેતપર, મેહુલભાઇ મનજીભાઇ બાવરવા (૩૨) રહે- સંગમ સોસાયટી ચરાડવા, મનશુખભાઇ વેલાભાઇ ભીલ (૨૨) રહે-જેતપર વાળાની ધરપકડ કરેલ છે








Latest News