મોરબીમાં નર્મદા હૉલ પાસે થયેલ મારા મારીની ઘટનામાં બંને પક્ષના ચાર આરોપીની ધરપકડ
SHARE
મોરબીમાં નર્મદા હૉલ પાસે થયેલ મારા મારીની ઘટનામાં બંને પક્ષના ચાર આરોપીની ધરપકડ
મોરબીના કાલિકા પ્લોટમાં નર્મદા હૉલ પાસે મારા મારિનો બનાવ બનેલ હતો આરીફ મીરની માતાએ દાઉદ પલેજા સહિત નવ સામે ફરિયાદ નોંધાવી હતી અને સામાપક્ષેથી પણ નવ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે હાલમાં બંને પક્ષેથી કુલ મળીને ચાર આરોપીઓની ધરપકડ કરેલ છે
મોરબીના કાલિકા પ્લોટમાં મુસ્તાક મીર તેમજ આરીફ મીરના દીકરા મસ્જિડે નમાજ પઢવા માટે ગયા હતા ત્યારે રેહાન પલેજા સાથે તેને માથાકૂટ થઈ હતી તેનો ખાર રાખીને સામસામી મારા મારીનો બનાવ બન્યો હતો અને પથ્થર તથા સોડાની કાચની બોટલોના છુટ્ટા ઘા કરવામાં આવ્યા હતા ત્યાર બાદ આરીફ મીરની માતા મુનિરાબેન ગુલામભાઇ ઘોળા જાતે મીર (૫૫)એ દાઉદ મામદ પલેજા, ઇમરાન મામદ પલેજા, અલી મામદ પલેજા, ફરદીન દાઉદ પલેજા, અરમાન ડાઉન પલેજા, રેહાન ઈમરાન પલેજા, વસીમ યુસુફ પલેજા, હરભજન ઉર્ફે ગેંડો ધવલસિંગ ખીચી અને રહિમ ઉર્ફે ટકો વાલીમામદ ચાનીયા સામે ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે હાલમાં વસીમ યુસુફ પલેજા રહે. કાંતિનગર મોરબી અને રહિમ ઉર્ફે ટકો વાલીમામદ ચાનીયા રહે. કાલિકા પ્લોટ મોરબી વાળાની ધરપકડ કરેલ છે
તો સામાપક્ષેથી રહિમ ઉર્ફે ટકો વલીમહમદભાઇ ચાનીયા જાતે સંધી મુસ્લીમ (ઉ.૩૨)એ ઇમરાનભાઇ કરીમભાઇ મીંયાણા, ડેનીસભાઇ કિશોરભાઇ મીસ્ત્રી, અક્ષય ઉર્ફે ભોલો કિશોરભાઇ મીસ્ત્રી, સવો રમજુભાઇ ચાનીયા, રોહિત બાવાજી, પ્રેમલો દિપકભાઇ ઓડ, આરીફ ઇકબાલભાઇ ફલાણી, રહે. બધા મોરબી કાલીકાપ્લોટ તેમજ રવિ કોળી ઉર્ફે બુચીયો અને ફૈજલ સંધીની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને હાલમાં આરોપી હાર્દિક ઉર્ફે પ્રેમલો દિપકભાઇ ગોહિલ જાતે ઓડ રહે. કાલિકા પ્લોટ મોરબી અને વસીમ ગફારભાઈ લંઘા રહે. પોપટપર રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને આ ગુનામાં બાકીના આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવેલ છે