મોરબીમાં નર્મદા હૉલ પાસે થયેલ મારા મારીની ઘટનામાં બંને પક્ષના ચાર આરોપીની ધરપકડ
મોરબીમાં ખાખરેચીની સાર્વજનિક હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ ભાવવંદના-સૈનિક સન્માન સમારોહ યોજાયો
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1651475523.jpeg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબીમાં ખાખરેચીની સાર્વજનિક હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ ભાવવંદના-સૈનિક સન્માન સમારોહ યોજાયો
મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ સરસ્વતી ફાર્મ ખાતે માળીયા તાલુકાના ખાખરેચી ગામે આવેલ સાર્વજનિક હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ ભાવવંદના અને સૈનિક સન્માન સમારોહમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે જોધપર ગામ પાસે આવેલ સરસ્વતી નિકેતન આશ્રમના ભાણદેવજી હાજર રહ્યા હતા અને ત્યારે આ સંસ્થાના ભુતપૂર્વ આચાર્ય અને શિક્ષકોને સન્માનીત કરવામાં આવ્યા હતા જેમાં જી.કે. રાઠોડ, એસ.એ. ગોસ્વામી, બી.જી.વડઘાસિયા, સી.એમ. વરસોલા, બી.કે. હુલાણી, વિ.બી. પારજીયા અને જે.એમ. ગોહિલનો સમાવેશ થાય છે તે ઉપરાંત માજી સૈનિકો જેમાં દિલીપભાઈ જી. કૈલા, દિનેશભાઈ એસ. મેથાણીયા, પ્રવીણભાઈ જી. આડેસણીયા, બીપીનભાઈ ડી. મહેતા, દિનેશભાઈ પી. દેગામાં, વિક્રમસિંહ એમ. રાઠોડ અને રાજેશભાઈ એસ. પાટડીયાને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ શાળાના આચાર્ય સહીતના શિક્ષકો દ્વારા શાળાની જૂની યાદોને તાજી કરવામાં આવી હતી અને કેવી વિકટ પરિસ્થિતિની અંદર કેવી રીતે બાળકો શિક્ષણ સાર્વજનિક હાઈસ્કૂલની અંદર મેળવતા હતા તેની વાતો કરી હતી આ કાર્યક્રમની અંદર ખાખરેચી ગામની સાર્વજનિક હાઇસ્કૂલમાં અભ્યાસ કરીને આગળ વધેલા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ શાળાના શિક્ષકો તેઓના પરિવારજનો સાથે હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી કે. એન. માનસેતા, મહેશભાઈ ગોરધનભાઈ પારજીયા, બળદેવભાઈ થડોદા, અશોકભાઇ ડાંગર, અતુલભાઇ વરસોલા તથા તેઓની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)