મોરબી: જુના નસીતપર ગામની શાળામાં શિક્ષિકાએ સ્માર્ટ ટીવી ભેટ આપ્યું મોરબીના લૂંટ-ધાડના ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી 20 વર્ષની સજા મોરબીમાં યુવાન સહિત બે વ્યક્તિ ઉપર ધારિયા વડે હુમલો કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં વ્યાજના રૂપિયા માટે વૃદ્ધ અને તેના દીકરાને ધમકી આપનારા વધુ એક વ્યાજખોરની ધરપકડ મોરબી વોર્ડ નંબર 5 ના સ્થાનિક પ્રશ્નોની મહિલા ભાજપ આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં આવેલ કબીર આશ્રમ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો
Morbi Today

સુરત કોર્પોરેશનની ઘટના મુદે મોરબીમાં વિરોધ પ્રદર્શન


SHARE













સુરત કોર્પોરેશનની ઘટના મુદે મોરબીમાં વિરોધ પ્રદર્શન

તાજેતરમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા મળી હતી જેમાં આમ આદમી પાર્ટીના સદસ્ય દ્વારા પ્રજા હિત લક્ષી મુદ્દા ઉપર ચર્ચા કરવાની માંગ કરવામાં આવી હતી ત્યારે ચર્ચા કર્યા વગર ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા સામાન્ય સભાને  પૂર્ણ કરી દેવામાં આવી હતી જેનો આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો વિરોધ કરેલ અને સભાખંડમાં જ ધારણા પર બેસી ગયેલ હતા ત્યારે સભાખંડમાં એક રાત વિતાવ્યા બાદ સવારે કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા આમ આદમી પાર્ટીના તમામ સદસ્યોને બળજબરીપૂર્વક પોલીસનો ઉપયોગ કરી સભાખંડમાંથી બહાર કાઢવામાં આવ્યા જે દરમિયાન અનેક કોર્પોરેટરોને ઇજાઓ પહોંચી તેમજ મહિલા કોર્પોરેટરના કપડાં ફાડી લોકશાહીનું ખુલ્લેઆમ ચીરહરણ કરવામાં આવ્યું હતું આ મામલે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી મોરબી દ્વારા ગાંધી ચોક વિસ્તારમાં કાર્યકરો એકઠા થઇ વિરોધ દર્શાવ્યો હતો અને લોકશાહી બચાવોના નારા લગાવ્યા હતા તેમ મોરબી આપ પાર્ટીના આગેવાન પરેશભાઇ પારીઆએ જણાવ્યું હતુ.
 








Latest News