મોરબી: જુના નસીતપર ગામની શાળામાં શિક્ષિકાએ સ્માર્ટ ટીવી ભેટ આપ્યું મોરબીના લૂંટ-ધાડના ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી 20 વર્ષની સજા મોરબીમાં યુવાન સહિત બે વ્યક્તિ ઉપર ધારિયા વડે હુમલો કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં વ્યાજના રૂપિયા માટે વૃદ્ધ અને તેના દીકરાને ધમકી આપનારા વધુ એક વ્યાજખોરની ધરપકડ મોરબી વોર્ડ નંબર 5 ના સ્થાનિક પ્રશ્નોની મહિલા ભાજપ આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં આવેલ કબીર આશ્રમ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો
Morbi Today

મોરબીમાં થયેલ ડીઝલ ચોરીમાં ચોરાઉ માલ ખરીદનારની પણ ધરપકડ


SHARE













મોરબીમાં થયેલ ડીઝલ ચોરીમાં ચોરાઉ માલ ખરીદનારની પણ ધરપકડ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ પેટ્રોલીયમ પેદાસના ગોડાઉનમાંથી સમયાંતરે ડીઝલની ચોરી થતી હોવાથી વેપારીએ શંકા જાગતા સીસીટીવી કેમેરા લગાવ્યા હતા તેમજ મોડી રાતના ગોડાઉને વોચ રાખી હતી જે દરમિયાનમાં ત્રણ ઈસમો ડિઝલની ચોરી કરતા રંગે હાથે પકડાયા હતા જેથી તે ત્રણેયને પકડીને બી જીવીજન પોલીસ હવાલે કરવામાં આવ્યા હતા.પોલીસે ચોરીનો ગુનો નોંધીને ત્રણની ધરપકડ કરી હતી અને તપાસનો દોર આગળ લંબાવતા ચોરાઉ ડીઝલની ખરીદી કરનાર ઇસમની પણ ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મોરબીમાં સોના ચાંદી અને વાહન તેમજ સિરામિક ટાઇલ્સ તેમજ સિરામીકને લગતી સાધન સામગ્રીની ચોરીઓ બાદ ડીઝલ ચોરીનો બનાવ થોડા સમય પહેલા સામે આવ્યો હતો.ભાવ વધતા ડીઝલ પણ હવે કિંમતી થઈ ગયું હોવાથી તેની ચોરી થવા લાગી છે. મોરબીના સામાકાંઠે ડેકોર સિરામિક નજીક આવેલા શોપીંગ સેન્ટરમાં ખોડીયાર પેટ્રોલિયમના ગોડાઉનમાં મૂકવામાં આવેલ ડીઝલના જથ્થામાંથી સમયાંતરે ડીઝલની ચોરી કરવામાં આવતી હોવાની વેપારીને શંકા હતી માટે ત્યાં સીસીટીવી લગાવ્યા હતા અને વોચ ગોઠવી હતી તેવામાં ફરિયાદી કૃશીલ મંગલજીભાઈ સુવાગીયા અને તેના કાકાનો દીકરો રાજદીપ થોડા દિવસો પહેલા રાતના દોઢ વાગ્યે ગોડાઉને ગયા હતા ત્યારે ત્રણ ઈસમો ડીઝલની ચોરી કરતાં જોવા મળ્યા હતા જેથી ત્રણ તસ્કરોને અન્ય લોકોની મદદથી પકડીને પોલીસને હવાલે કર્યા હતા જે અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશને શિવમ પાર્ક સોસાયટીમાં માધવ હોલ નજીક રહેતા કૃશીલ મંગળભાઈ સુવાગીયાએ ફરિયાદ નોંધાવી હતી. જેમા તેમણે જણાવ્યું હતું કે ડેકોર સીરામીકની પાસે આવેલા તેઓના ખોડીયાર પેટ્રોલિયમ નામના ગોડાઉનમાં દીવાલ કૂદીને ટેબલના ખાનામાં રહેલ રોકડા રૂપિયા ૧૦૦૦ તથા ગોડાઉનમાંથી ૭૫ લીટર ડીઝલ (એલડીઓ) જેની કિંમત ૬૭૫૦ આમ કુલ મળીને ૭૭૫૦ ના મુદામાલની ચોરી કરવામાં આવી હતી અને આ ગુનામાં લાલજી રણછોડભાઈ ધોળકિયા જાતે કોળી (૨૭) રહે. સરકારી આવાસ યોજનાના કવાર્ટર લીલપર રોડ મોરબી, રવિ જગદીશભાઈ ભીમાણી જાતે કોળી (૨૮) રહે. મોરબી સામાકાંઠે જનકલ્યાણ સોસાયટી અને નિકુલ દિલીપભાઈ ભીમાણી જાતે કોળી (૨૬) રહે. માધાપર શેરી નંબર -૧ મોરબી વાળાઓની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી.આ ત્રણેય તસ્કરો ચોરાઉ ડીઝલ જેને વેચતા હતા તે ઇસમને પણ હાલમાં બી ડિવિઝન પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે.ચોરાઉ ડીઝલ ખરીદીના બાબતે હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના ભગવાનભાઇ ખટાણા સહીતના સ્ટાફે રાજુ રમણીક કોળી (ઉમર ૩૨) રહે.વીસીપરા મોરબીની ધરપકડ કરી છે.

બાળકી સારવારમાં

મોરબીના જુના ઘુંટુ રોડ પર આવેલ નોબલ સિરામિક પાસેના નોબલ સેનેટરીવેર પાસે વર્ષારાની દાસ નામની આઠ વર્ષની બાળકી કારખાના પાસે રમી રહી હતી ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેણીને હડફેટે લેતા ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે ખસેડવામાં આવી હતી.જયારે મોરબીના સામાકાંઠા માળીયા ફાટક પાસે આવેલા કાંતિનગર વિસ્તારમાં રહેતા યાસ્મીનબેન રફિકભાઈ ખલીફા નામની ૨૩ વર્ષીય મહિલા ફિનાઇલ પી ગઇ હતી જેથી તેણીને સારવારમાં ખસેડવામાં આવી હતી. પોલીસે પ્રાથમિક તપાસ કરતાં પતિ સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી તેનું લાગી આવતા તેણીએ ઉપરોક્ત પગલું ભર્યું હતું.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના મોટી વાવડી ગામના કુલદિપસિંહ છનુભા જાડેજા નામનો યુવાન બગથળા તરફથી પોતાના ગામમાં વાવડી જતો હતો ત્યારે રસ્તામાં બાઈક આડે અચાનક ભુંડ આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયુ હતુ જે બનાવમાં ઇજાઓ થતાં કુલદીપસિંહને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના લીલાપર ગામે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં લીલાબેન અમરશીભાઈ દેલવાણીયા નામના ૭૦ વર્ષિય વૃદ્ધાને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડાતા તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમારે બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.








Latest News