મોરબીમાં યોજાયેલ કુસ્તી સ્પર્ધામાં ધ્રુવરાજસિંહ જાડેજા ત્રીજા ક્રમે વિજેતા
માળિયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર દ્વારા આયોજિત સમૂહલગ્નોત્સવમાં ૧૨ યુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા
SHARE









માળિયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર દ્વારા આયોજિત સમૂહલગ્નોત્સવમાં ૧૨ યુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા
અખાત્રીજના દિવસે માળિયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે મોરબીના જોધપર ગામ ખાતે આવેલ કડવા પાટીદાર વિધાર્થી ભુવન ખાતે સમૂહલગ્નોત્સવ યોજાયો હતો. જેમાં ૧૨ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. અને સમૂહલગ્નોત્સવ સાથે સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ તકે નકલંક ધામના મહંત દામજી ભગત, રાજ્યના મંત્રી બ્રીજેશભાઈ મેરજા, ધારાસભ્ય લલિતભાઈ કગથરા, વેલજીભાઈ ઉઘરેજા (બોસ), જેરામભાઇ વાંસજાળિયા, ત્રંબકભાઈ પટેલ, કિશોરભાઇ ચિખલિયા, વલમજીભાઇ પટેલ, બેચરભાઈ હોથી, ગોવિંદભાઇ વરમોરા, અજયભાઇ લોરીયા સહિતના પાટીદાર સમાજના અનેક આગેવાનો હાજર રહ્યા હતા અને નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માળિયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર સમૂહ લગ્નોત્સવ સમિતિના પ્રમુખ ડો. મનસુખભાઈકૈલા, ઉપપ્રમુખ મણીલાલ સરડવા, જયંતિલાલ પડસુંબિયા, મંત્રી જયંતિલાલ વિડજા, સહમંત્રી કમલેશભાઈ કૈલા, ખજાનચી ઈશ્વરભાઈ સબાપરા, વિનોદભાઈ કૈલા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.
