માળિયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર દ્વારા આયોજિત સમૂહલગ્નોત્સવમાં ૧૨ યુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા
મોરબીના જોધપરમાં જિલ્લા કક્ષાનો સ્પેશ્યલ ખેલમહાકુંભ યોજાયો, ૧૮૨ એથ્લેટિકોએ કૌવત બતાવ્યુ
SHARE









મોરબીના જોધપરમાં જિલ્લા કક્ષાનો સ્પેશ્યલ ખેલમહાકુંભ યોજાયો, ૧૮૨ એથ્લેટિકોએ કૌવત બતાવ્યુ
મોરબીના જોધપર (નદી) ખાતે આવેલ મહાત્મા ગાંધી વિદ્યયાલય ખાતે મોરબી જિલ્લા કક્ષાનો સ્પેશ્યલ.(દિવ્યાંગ) ખેલ મહાકુંભનું આયોજન કરાયુ હતું.જેમા માનસિક ક્ષતિ, શ્રવણ ક્ષતિ, લો વિઝન તેમજ ટોટલી બ્લાઈન્ડ, શારીરિક ક્ષતિ ધરાવતા મોરબી જિલ્લાના ૧૮૨ દિવ્યાંગ એથ્લેટિકોએ ભાગ લીધો હતો.જેમાં વાંકાનેર તાલુકાના ૮૩ જેટલા દિવ્યાંદ એથ્લેટિકોએ જુદીજુદી રમતોમાં ઉત્સાહભેર ભાગ લઇ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું હતું.વાંકાનેરના ૧૫ એથ્લેટિકો પ્રથમ ક્રમે વિજેતા થતાં આગામા ખેલમહાકુંભમાં રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કરશે. આ સ્પેશ્યલ ખેલમહાકુંભની વિવિધ રમતોનું દિપાલીબેન અનિલકુમાર આચાર્યએ દિવ્યાંગ બાળકોના સ્પેસ્યલ એજ્યુકેટર (કોચ) તરીકે માર્ગદર્શન આપ્યું હતું.
