મોરબીના જોધપરમાં જિલ્લા કક્ષાનો સ્પેશ્યલ ખેલમહાકુંભ યોજાયો, ૧૮૨ એથ્લેટિકોએ કૌવત બતાવ્યુ
વાંકાનેરના ઢુવા પાસેથી યુવાન તેની સાડા ચાર વર્ષની દીકરી સાથે ગુમ
SHARE
વાંકાનેરના ઢુવા પાસેથી યુવાન તેની સાડા ચાર વર્ષની દીકરી સાથે ગુમ
વાંકાનેર તાલુકાના ઢુવા પાસે આવેલ વેલ્ડીંગના કારખાનાની ઓરડીમાં રહેતી મહિલાએ તેનો પતિ અને દીકરી ગુમ થઈ ગયા હોવા અંગેની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુદા ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે નોંધ કરીને યુવાન તથા તેની દીકરીને શોધવા માટે થઈને જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વસૈયા ગામના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે સેગા કારખાનાની બાજુમાં આવેલ સુરજ વેલ્ડીંગ નામના કારખાનાની ઓરડીમાં રહેતી શિલ્પાબેન રવિન્દ્રભાઈ નિનામા જાતે આદિવાસી (ઉંમર ૨૬) નામની મહિલાએ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ રવિન્દ્રભાઈ બાબુભાઈ નિનામા જાતે આદિવાસી (ઉંમર ૩૫) તથા તેની સાડા ચાર વર્ષની દીકરી દેવિકા રવિન્દ્રભાઈ નિનામા ગત તા.૧૯/૩ ના રોજ સવારે સાડા પાંચેક વાગ્યાથી ગુમ થઈ ગયેલ છે જેથી તેને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પતિ અને દીકરી ગુમ થયા હોવા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમસુદા નોંધ કરીને બંનેને શોધવા માટે થઈને કવાયત શરૂ કરી છે
યુવાન ગુમ
મોરબીના નવાડેલા રોડ પર આવેલ રાવલ શેરીમાં રહેતો યુવાન ઘેલાભાઈ રાજુભાઈ મેવાડા (ઉંમર ૨૦) પોતાના ઘરેથી ગઈ કાલે સવારે ૭:૩૦ વાગ્યે દુકાને પોતાની નોકરી પર જવાનું કહીને નીકળ્યો હતો ત્યાર બાદ યુવાન ગુમ થઈ ગયેલ છે જેથી કરીને ગુમ થયેલા યુવાનના પરિવારજન વિપુલભાઈ બટુકભાઈ મેવાડાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યુવાન ગુમ થયો હોવા અંગેની ફરિયાદ નોંધાવેલ છે જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે