મોરબી: જુના નસીતપર ગામની શાળામાં શિક્ષિકાએ સ્માર્ટ ટીવી ભેટ આપ્યું મોરબીના લૂંટ-ધાડના ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી 20 વર્ષની સજા મોરબીમાં યુવાન સહિત બે વ્યક્તિ ઉપર ધારિયા વડે હુમલો કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં વ્યાજના રૂપિયા માટે વૃદ્ધ અને તેના દીકરાને ધમકી આપનારા વધુ એક વ્યાજખોરની ધરપકડ મોરબી વોર્ડ નંબર 5 ના સ્થાનિક પ્રશ્નોની મહિલા ભાજપ આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં આવેલ કબીર આશ્રમ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો
Morbi Today

મોરબીના વાવડી રોડે ક્રિષ્ના પાર્કના મકાનમાંથી ૬૦ બોટલ દારૂ સાથે બે પકડાયા


SHARE













મોરબીના વાવડી રોડે ક્રિષ્ના પાર્કના મકાનમાંથી ૬૦ બોટલ દારૂ સાથે બે પકડાયા

મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ ક્રિષ્ના પાર્કમાં રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી ૬૦ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ અને કાર એમ કુલ મળીને ૧૨૫૯૮૦ રૂપિયાના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ ક્રિષ્ના પાર્કમાં રહેતા રફીક ઉસ્માનભાઈ અજમેરીના મકાનની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે તેના મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ૬૦ બોટલ દારૂ મળી આવ્યો હોય પોલીસે દારૂ સાથે રફીક ઉસ્માનભાઈ અજમેરી જાતે પીંજારા મુસ્લિમ (ઉંમર ૪૩) રહે. ક્રિષ્ના પાર્ક વાળાની ધરપકડ કરી હતી અને તેને દારૂનો જથ્થો જીતરાજસિંહ ક્રિપાલસિંહ ગોહીલ જાતે દરબાર (ઉમર ૨૧) રહે. હાલ શ્રધ્ધા પાર્ક નવલખી રોડ વાળો અલ્ટો કાર નંબર જીજે ૬ બીએ ૧૭૨૫ માં આપી હયો હતો જેથી પોલીસે એક લાખ રૂપિયાની કિંમતની અલ્ટો કાર પણ કબજે કરેલ છે આમ દારૂ અને કાર સહિત ૧૨૫૯૮૦ રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસે બે આરોપીની ધરપકડ કરેલ છે અને તેઓની પાસે દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે

દેશીદારૂની ભઠ્ઠી

મોરબીના વીસીપરા વિસ્તારમાં અમરેલી રોડ ઉપર પ્રજાપતિ કારખાના સામે ગુજરાત ઘંટીની બાજુમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૭૦ લિટર આથો, ચાર લીટર તૈયાર દેશી દારૂ અને દેશી દારૂ બનાવવા માટેની અન્ય સાધન સામગ્રી આમ કુલ મળીને ૩૦૦ રૂપિયાના મુદ્દામાલને પોલીસે કબજે કરેલ છે અને આરોપી જેસીંગભાઇ ઉર્ફે જેસાભાઇ ખીમજીભાઇ કારૂ જાતે-કોળી (૪૩)રહે. વીશીપરા અમરેલી રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે








Latest News