વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
Breaking news
Morbi Today

વાંકાનેરના ગારિડા નજીક છકડો રિક્ષા પલટી મારી જતાં યુવાનનું મોત


SHARE

















વાંકાનેરના ગારિડા નજીક છકડો રિક્ષા પલટી મારી જતાં યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના ગારિડા ગામથી સમઢીયાળા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતી અતુલ શક્તિ છકડો રિક્ષા પલટી મારી ગઇ હતી જેથી કરીને રિક્ષાચાલકને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારની અંદર રહેતા વિનુભાઈ મનજીભાઈ વિકાણી જાતે દેવીપુજક (ઉંમર ૪૦) ની ફરિયાદ લઈને પોલીસે મૃતક મૂળજીભાઈ ઉર્ફે ટીનો મનજીભાઈ વિકાણી જાતે દેવીપુજક (૩૦) રહે. નવાપરા વાંકાનેર વાળાની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે જેમાં ફરિયાદીએ જણાવ્યા પ્રમાણે વાંકાનેર તાલુકાના ગારીડા ગામ થી સમઢીયાળા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી તેનો ભાઈ મૂળજીભાઈ ઉર્ફે ટીનો તેની અતુલ શક્તિ છકડો રિક્ષા લઈને જઈ રહ્યો હતો ત્યારે છકડો રીક્ષા પલટી મારી ગઇ હતી જેથી મૂળજીભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું પોલીસે આ બનાવની ફરિયાદ લઈને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

દેશીદારૂની ભઠ્ઠી

ટંકારા તાલુકાના ઘુનડા સજનપર ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દેશી દારૂની રેડ કરી હતી દરમિયાન સ્થળ ઉપરથી પાંચ મીટર દેશી દારૂ અને દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૦૦ લીટર આથો અને અન્ય ભટ્ટીની સાધનસામગ્રી આમ કુલ મળીને ૯૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસે હાલમાં હસમુખ કરશનભાઇ પંખોડીયા મૂળ રહે. ચાચાવદરડા હાલ રહે. લીલાપર ગામ વાળાની ધરપકડ કરેલ છે




Latest News