મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે ઘરે અજાણી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત


SHARE

















મોરબીના બગથળા ગામે ઘરે અજાણી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત

મોરબીના બગથળા ગામે ચોરા પાસે રહેતા વૃદ્ધ પોતાના ઘરે કોઈ અજાણી દવા પી ગયા હતા જેથી તેને સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને તેનું મૃત્યુ નીપજયું હતું જેથી વૃદ્ધના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના બગથળા ગામે ચોરા પાસે રહેતા હસમુખભાઇ કે. વ્યાસ (ઉંમર ૭૭) પોતાના ઘરે હતા ત્યારે તે ગઈકાલે કોઈ અજાણી દવા પી ગયા હતા જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

દેશીદારૂની ભઠ્ઠી

માળીયા (મી) તાલુકામાં સરકારી દવાખાના પાછળ બાવળની ઝાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવતા દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૩૦૦ લિટર આખો મળી આવ્યો હતો તેમજ ૧૫ લિટર દેશી દારૂ અને દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી અન્ય સાધન સામગ્રી સ્થળ ઉપરથી મળી આવેલ હોય પોલીસે ૯૪૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને મરીયમબેન કાસમભાઇ ઓસમાણભાઇ જેડા જાતે મિંયાણા (૪૦) રહે. માળીયા (મી) સરકારી દવાખાના પાસે વાળીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News