મોરબી: જુના નસીતપર ગામની શાળામાં શિક્ષિકાએ સ્માર્ટ ટીવી ભેટ આપ્યું મોરબીના લૂંટ-ધાડના ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી 20 વર્ષની સજા મોરબીમાં યુવાન સહિત બે વ્યક્તિ ઉપર ધારિયા વડે હુમલો કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં વ્યાજના રૂપિયા માટે વૃદ્ધ અને તેના દીકરાને ધમકી આપનારા વધુ એક વ્યાજખોરની ધરપકડ મોરબી વોર્ડ નંબર 5 ના સ્થાનિક પ્રશ્નોની મહિલા ભાજપ આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં આવેલ કબીર આશ્રમ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો
Morbi Today

મોરબીની વીસી હાઇસ્કુલમાં સમર કેમ્પનું આયોજન, પક્ષી બચાવો અભિયાન અંતર્ગત ડ્રોઇંગ સ્પર્ધા યોજાશે


SHARE













મોરબીની વીસી હાઇસ્કુલમાં સમર કેમ્પનું આયોજન, પક્ષી બચાવો અભિયાન અંતર્ગત ડ્રોઇંગ સ્પર્ધા યોજાશે

ઉનાળાનાં વેકેશન દરમ્યાન સમર સાયન્સ કેમ્પ-૨૦૨૨ નું આયોજન કરાયેલ છે જે અંતર્ગત ઉડાન તમારી દિશા અમારી પ્રગતિ તમારી સલાહ અમારી તેમજ રજામાં મજા માટે વર્કસોપનું આયોજન કરાયેલ છે.જેમા દરેકને પ્રવેશ નિઃશુલ્ક છે.કેમ્પમાં તા.૨ ના ૩ ડી પ્રિન્ટીંગ યોજાએલ અને તા.૪ ના ૩ડી મેથ્સ સેઈપ જયારે તા.૫ અને ૬ ના ટીચર્સ વર્કશોપ, તા.૭ ના કેમિકલ ફન, તા.૯ ના રોકેટ સાયન્સ ઉપર તેમજ તા.૧૦ ના ઈકો બ્રીક્સ ઉપર માર્ગદર્શન આપવામા આવશે.જેમા ધો.૫ થી ૧૨ ના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે.રજામાં મજા કાર્યક્રમમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન જરૂરી છે.આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે એલ.એમ.ભટ્ટ (મો.98249 12230, 87801 27202) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.97279 86386) આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર વી.સી.હાઈસ્કૂલનો સંપર્ક કરવા જણાવાયેલ છે.

પક્ષી બચાવો અભિયાન

તા.૮ વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ તથા રેડક્રોસ દિવસનાં અનુસંધાને પક્ષી બચાવો અભિયાન અંતર્ગત પ્રવાસી પક્ષીઓની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ધી વી.સી.ટેક.હાઈસ્કૂલ ખાતે તા.૮ ના વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ તથા રેડક્રોસ દિવસનાં અનુસંધાને કોઈપણ પ્રવાસી પક્ષી ભારતભરનાં વિવિધ સરોવર કાંઠે આવી વસતાં પક્ષીઓ તેવાં પક્ષીઓનું ચિત્ર દોરીને તેમાં તેનું રહેઠાણ તથા નામની વિગત લખી હું પક્ષીઓને બચાવવા આટલું તો જરૂર કરીશ.આ ચિત્ર સ્પર્ધામાં ભાગ લેવાં અને કેટેગરી મુજબના પ્રશ્નો જાણીને ઘર બેઠાં ડ્રોઈંગ સીટ ચિત્ર દોરી પક્ષીઓને બચાવવા આટલું તો જરુર કરીશ લખી. તેનો  ફોટો પાડીને મોબાઇલ નંબર 98249 12230, 87801 27202 અથવા 97279 86386 ઉપર છેલ્લી તા.૮ ના રાત્રીના નવ વાગ્યા પહેલા મોકલી આપવા.દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર તથા કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા સ્પર્ધકોને સિલ્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરવાંમાં આવશે.જ્યારે પ્રમાણપત્ર સિલ્ડ લેવા આવો ત્યારે ચિત્રની  ડ્રોઈંગ સીટ સાથે લેતાં આવવાની રહેશે.તેમ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રના સંચાલક એલ.એમ.ભટ્ટ અને દીપેનભાઈ ભટ્ટે યાદીમાં જણાવેલ છે.








Latest News