મોરબીની વીસી હાઇસ્કુલમાં સમર કેમ્પનું આયોજન, પક્ષી બચાવો અભિયાન અંતર્ગત ડ્રોઇંગ સ્પર્ધા યોજાશે
મોરબીમાં પ્રેમ સંબંધની યુવતીના ઘરે જાણ થઈ જતાં યુવાનનું અપહરણ કરીને માર મારતા ઇજા પામેલા યુવાનનું મોત
SHARE
મોરબીમાં પ્રેમ સંબંધની યુવતીના ઘરે જાણ થઈ જતાં યુવાનનું અપહરણ કરીને માર મારતા ઇજા પામેલા યુવાનનું મોત
પ્રેમ પ્રકરણના કરુણ અંજામ આવે તેવી ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે દરમિયાન મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા યુવાનને તેના જ વિસ્તારમાં રહેતી અકે યુવતી સાથે પ્રેમ સંબંધ હતો જેની જાણ યુવતીના ઘરે થઇ જતાં યુવતીની માતા અને તેના બે મામાએ મળીને યુવાનનું અપહરણ કર્યું હતું અને તેને વાડીએ લઈ જઈને માર માર્યો હતો જેથી કરીને ગંભીર રીતે ઇજા પામેલા યુવાનને સારવાર માટે ખસેડાયો હતો જો કે, સારવાર દરમ્યાન યુવાનનું મોત નિપજ્યું છે. જેથી હાલમાં હત્યાના આ બનાવની ફરિયાદ લેવા માટે થઈને મોરબી સિટી બી ડિવિઝન પોલી તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે શીતળા માતા ધાર વિસ્તારમાં રહેતા હિતેશ ભરતભાઈ કુબાવત (ઉંમર ૨૧) નામના યુવાનને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ગંભીર રીતે ઇજા પામેલા યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની ગીરીરાજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત ન નિવડતા ઈજા પામેલ યુવાન હિતેશ ભરતભાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.જેથી કરીને મારામારીના બનાવો હત્યામાં પલટાયો છે અને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા હાલમાં મૃતક યુવાનના પરિવારજનોની ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવેલ છે
બનાવની સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન હિતેશ ભરતભાઈ કુબાવતને તે ઘર પાસેના વિસ્તારની આસપાસમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હતો જે પ્રેમ સંબંધની જાણ યુવતીના પરિવારજનોને થઈ ગઈ હતી જેથી ગઈકાલે હિતેશ પોતાનું બાઇક લઇને જતો હતો ત્યારે તેના બાઇકની સાથે બાઇક અથડાવીને બોલાચાલી કરી હતી અને તેની સાથે ઝઘડો કર્યો હતો ત્યાર બાદ હિતેશનું અપહરણ કરીને તેને મહેન્દ્રનગર ગામ પાસે આવેલ વાડી વિસ્તારમાં લઇ ગયા હતા જ્યાં યુવતીની માતા અને તેના બે મામા દ્વારા હિતેશ ભરતભાઈ કુબાવત નામના યુવાનને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને તેને શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી અને તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે
વધુમાં મળતી માહિતી મુજબ મૃતક હિતેશ ભરતભાઇ કુબાવત ત્રણ બહેનોનો એકનો એક ભાઇ હતો જેને પ્રેમ સબંધની જાણ થઈ જતાં યુવતીની માતા સહિતનાએ માર મારીને તેની હત્યા કરી નાખતા હાલમાં મારામારી અને હત્યાના આ બનાવમાં લીધે યુવાનના પરિવારજનોએ ઘરનો આધાર સ્તંભ અને ત્રણ બહેનોએ પોતાનો ભાઈ ગુમાવ્યો છે હાલમાં મારામારી બાદ હત્યામાં પલટાયેલા આ બનાવની ફરિયાદ લેવા માટે મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે
યુવતી મળી આવી
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશીપમાં ગુંજન હોમ્સમાં રહેતા નયનકુમાર ખીમજીભાઈ કૈલા (૨૬) એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેની બેન અર્ચનાબેન ખીમજીભાઈ કૈલા જાતે પટેલ (૨૨) પોતાના ઘરે કોઇને કશું કહ્યા વગર ગત ૨૭/૪ ના સવારના ત્રણેક વાગ્યાના અરસામાં ઘરેથી નીકળી ગયેલ છે તેવી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે ગુનો નોંધી યુવતીને શોધવા માટેની કવાયત શરૂ કરેલ હતી અને આ યુવતીએ અરિન્દ્ર્મભાઈ અભિમન્યુભાઈ મહારાણા જાતે વિશ્વકર્મા મિસ્ત્રી (૨૪) સાથે લગ્ન કરી લીધેલ છે અને સુરતના પાંડેસર પોલીસ સ્ટેશને હજાર થયેલ છે