મોરબીના રફાળેશ્વર પાસે રસ્તામાં પડેલા ખાડાના લીધે સર્જાયો અકસ્માત: ઇજાગ્રસ્ત વૃદ્ધા સારવારમાં
SHARE
મોરબીના રફાળેશ્વર પાસે રસ્તામાં પડેલા ખાડાના લીધે સર્જાયો અકસ્માત: ઇજાગ્રસ્ત વૃદ્ધા સારવારમાં
મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે ખોડીયાર માતાજીના મંદિર તરફ જવાના રસ્તા ઉપરથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે રસ્તામાં આવેલા ખાડાના કારણે અકસ્માતના બનાવ સર્જાયો હતો અને બાઇકમાં બેઠેલા વૃદ્ધા નીચે પટકાતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના ત્રાજપરમાં રહેતા દુધીબેન પ્રભુભાઈ વિજવાડિયા જાતે કોળી (ઉંમર ૭૦) બાઈકમાં બેસીને મોરબીના રફાળેશ્વર ગામ પાસે ખોડીયાર માતાજીના મંદિરે જતા રસ્તા ઉપરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ડબલ સવારી બાઈક રસ્તામાં આવેલ ખાડામાં પડતા દુધીબેન બાઇકમાંથી નીચે પડી ગયા હતા જેથી તેઓને શરીરે નાનીમોટી ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
અકસ્માતમાં ઇજા
મોરબીના ઘૂંટુ રોડ ઉપર અજાણ્યા બાઇક ચાલકે અડફેટે લેતા મોરબી શહેરના ત્રાજપર ખારી પાસે આવેલ યોગી નગર સોસાયટીમાં રહેતા માવજીભાઈ કાળુભાઈ ધુમલિયા (ઉંમર ૫૫)ને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
અકસ્માતમાં ઇજા
વાંકાનેર તાલુકાના વાકિયા ગામથી રાણેકપર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતાં ડબલ સવારી બાઇકમાંથી હસીનાબેન જાવેદભાઈ (૧૩) નામની બાળકી નીચે પડી ગઈ હતી જેથી કરીને તેને ઈજા થતાં સારવાર માટે તેને મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે