મોરબીના રફાળેશ્વર પાસે રસ્તામાં પડેલા ખાડાના લીધે સર્જાયો અકસ્માત: ઇજાગ્રસ્ત વૃદ્ધા સારવારમાં
મોરબીના લખધિરપુર રોડે પલટી મારતા ડમ્પરમાંથી નીચે કૂદેલ યુવાન બીજા ટ્રક નીચે ચગદાઈ જતાં મોત નીપજયું
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1651639953.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબીના લખધિરપુર રોડે પલટી મારતા ડમ્પરમાંથી નીચે કૂદેલ યુવાન બીજા ટ્રક નીચે ચગદાઇ જતાં મોત નીપજયું
મોરબીના લખધિરપુર રોડ ઉપરથી ડમ્પર લઇને પસાર થયેલા યુવાનનું ડમ્પર પલટી મારી રહ્યું હતું જેથી યુવાને ચાલુ ડમ્પરમાંથી બહાર કુદકો માર્યો હતો ત્યારે સામેથી આવી રહેલા બીજાની નીચે તે ચગડાઈ જતાં તે યુવાનને ગંભીર ઈજા થઈ હોવાથી તેનો મોત નિપજ્યું હતું. આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની નોંધ કરીને બી ડિવિઝન પોલીસે મૃતક યુવકના પરિવારજનની ફરિયાદ લેવા માટે તજવીજ હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના જુદા જુદા વિસ્તારની અંદર માર્ગ અકસ્માતના બનાવમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે દરમિયાન મોરબી શહેરના લખધિરપુર રોડ ઉપરથી ડમ્પર લઈને પસાર થઇ રહેલા યુવાનનું ડમ્પર રોડની સાઇડમાં પલટી મારી રહ્યું હતું ત્યારે ડમ્પરના ચાલક હરપાલસિંહ પથુભા ઝાલા (ઉંમર ૪૫) રહે. સકત સનાળા મોરબી વાળાએ પોતાના ડમ્પરમાંથી નીચે કૂદકો માર્યો હતો દરમિયાન સામેથી આવી રહેલા બીજા ટ્રકની નીચે આવી જતાં તેમને ગંભીર ઈજા થઈ હોવાથી હરપાલસિંહ ઝાલા નામના યુવાનનું મોત નીપજયું હતું અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં મૃતક યુવાનના પરિવારજનની ફરિયાદ લેવા માટેની તજવીજ કરવામાં આવી રહી છે.
અકસ્માતમાં ઇજા
મોરબીમાં મકનસર ગામ પાસેથી પસાર થયેલા બાઇકમાંથી નીચે પટકાતા જયાબેન વીરજીભાઈ રાતૈયા (ઉંમર ૪૬) ને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે ખસેડાયા હતા અને હાલમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે જયાબેન તેના દીકરાના બાઈક પાછળ બેસીને જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતે બાઇક પરથી નીચે પડી જતાં તેને ઇજા થઇ હતી.
મારા મારીમાં ઇજા
મોરબી નજીકના ટિંબડી ગામના પાટિયા પાસે શક્તિ પેકેજીંગ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવી અંદર રાધાબેન સાજણભાઈ રબારી (ઉંમર ૨૪) રહે. ટિંબડી પાટીયા વાળીને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
હાર્ટ એટેકથી મોત
મૂળ એમપીના રહેવાસી સમરથભાઈ શાંતિલાલ બરગુંડા (ઉમર ૩૮) મોરબીના લખધીરપુર રોડ ઉપર રામેશ્વર બ્રિજ પાસે બજરંગ હાર્ડવેર નજીક હતા ત્યારે હાર્ટએટેક આવી જતાં તેનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મૃતકના પરિવારને જાણ કરવા માટેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)