મોરબી: જુના નસીતપર ગામની શાળામાં શિક્ષિકાએ સ્માર્ટ ટીવી ભેટ આપ્યું મોરબીના લૂંટ-ધાડના ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી 20 વર્ષની સજા મોરબીમાં યુવાન સહિત બે વ્યક્તિ ઉપર ધારિયા વડે હુમલો કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં વ્યાજના રૂપિયા માટે વૃદ્ધ અને તેના દીકરાને ધમકી આપનારા વધુ એક વ્યાજખોરની ધરપકડ મોરબી વોર્ડ નંબર 5 ના સ્થાનિક પ્રશ્નોની મહિલા ભાજપ આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં આવેલ કબીર આશ્રમ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો
Morbi Today

ટંકારાના છતર ગામે ઝાડ સાથે ગળાફાંસો ખાઈને યુવાને આપઘાત કર્યો


SHARE













 

ટંકારાના છતર ગામે ઝાડ સાથે ગળાફાંસો ખાઈને યુવાને આપઘાત કર્યો

ટંકારા તાલુકાના છતર ગામ પાસે ઝાડ સાથે ગળાફાંસો ખાઈને યુવાને આપઘાત કર્યો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા યુવાને કોઈ કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના છતર ગામે રહેતા જીણાભાઈ શામજીભાઈ પરમાર જાતે દેવીપુજક (૧૮) નામના યુવાને છતર ગામમાં નવા તળ પાસે બાવળના ઝાડ સાથે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો તે બનાવની તેના પરિવારજનોને જાણ થતાં તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા હતા અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે ટંકારાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ આપઘાતના બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા
માળીયામીયાણામાં રહેતો તોફીક અબ્દુલભાઈ જામ (ઉંમર ૧૦) નામનો બાળક તેના મોટા બાપુ સાથે બાઈકમાં બેસીને જતો હતો ત્યારે બાઇકમાંથી અકસ્માતે કોઈ કારણોસર તે નીચે પડી જતા તેને ઇજાઓ થઇ હોવાથી તેને મોરબીની મધુરમ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

અકસ્માતમાં ઇજા
મોરબીના વાવડી રોડ ઉપર રહેતા મહંમદરફીક હુસેન અને એજાજ મહંમદ પીલુડીયા નામના બે વ્યક્તિને વાહન અકસ્માતના બનાવની અંદર ઈજા થઈ હોવાથી તેને મોરબી શહેરમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

એક બોટલ દારૂ
મોરબી નજીકની રવિરાજ ચોકડી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી એક બોટલ દારૂ મળી આવ્યો હોય પોલીસે ૫૨૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરીને ઓમપ્રકાશ રત્નરામ પવાર જાતે બિસનોઈ (ઉંમર ૩૨) રહે. હાલ વિદ્યુત નગર સામે મોરબી વાળાની ધરપકડ કરેલ છે

મરમારીમાં ઇજા
મોરબીમાં સિવિલ હોસ્પિટલ પાસે આવેલ મેલડી માતાજીના મંદિર નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં જીંજુડા ગામે રહેતા અકબર હબીબભાઈ નામના ૨૫ વર્ષીય યુવાનને ઇજાઓ થઇ હોવાથી આ યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને મારામારીના બનાવોની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી








Latest News