મોરબી: જુના નસીતપર ગામની શાળામાં શિક્ષિકાએ સ્માર્ટ ટીવી ભેટ આપ્યું મોરબીના લૂંટ-ધાડના ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી 20 વર્ષની સજા મોરબીમાં યુવાન સહિત બે વ્યક્તિ ઉપર ધારિયા વડે હુમલો કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં વ્યાજના રૂપિયા માટે વૃદ્ધ અને તેના દીકરાને ધમકી આપનારા વધુ એક વ્યાજખોરની ધરપકડ મોરબી વોર્ડ નંબર 5 ના સ્થાનિક પ્રશ્નોની મહિલા ભાજપ આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં આવેલ કબીર આશ્રમ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો
Morbi Today

મોરબીના લાલપર નજીક હાઇવે ઉપરથી ટ્રક સર્વિસ રોડે પલટી મારી ગયો: વાહન ચાલક નાશી ગયો


SHARE













મોરબીના લાલપર નજીક હાઇવે ઉપરથી ટ્રક સર્વિસ રોડે પલટી મારી ગયો: વાહન ચાલક નાશી ગયો

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામ પાસે આઇટી વિભાગની ઓફિસની સામેના ભાગમાં નેશનલ હાઈવે ઉપરથી પસાર થઇ રહેલો ટ્રક રોડની સાઈડમાં સર્વિસ રોડ પર પલટી મારી ગયો હતો જોકે સદ્નસીબે તે રસ્તા ઉપરથી કોઇ રાહદારી કે વાહન ચાલક પસાર થતાં ન હતા જેથી કરીને મોટી દુર્ઘટના ટળી હતી પરંતુ હાલમાં નેશનલ હાઈવે ઉપરથી સર્વિસ રોડ પર ટ્રક પલટી મારી ગયો હોવાથી સર્વિસ રોડ ઉપર વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે અને સ્થળ ઉપર હાજર રહેલા લોકો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પલટી મારી ગયેલા ટ્રકમાંથી ઉતરેલ ડ્રાઈવર અને કલીનર નશાની હાલતમાં હોય તેઓ અકસ્માત સર્જાય પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને ઘટના સ્થળ પરથી નાસી ગયેલા છે આટલું જ નહીં પરંતુ ટ્રકની અંદર ઓવરલોડ માલ ભર્યો છે ત્યારે નશાની હાલતમાં આવી રીતે પોતાના વાહન ચલાવતા શખ્સો નાના-મોટા અકસ્માતો સર્જે છે જેમાં નિર્દોષ વ્યક્તિઓને પોતાના જીવ ગુમાવવો પડે અથવા તો કાયમી શારીરિક ખોડખાપણ આવે તેવી પરિસ્થિતિ ઘણી વખત નિર્માણ થતું હોય છે ત્યારે પોલીસ વિભાગ અને આરટીઓ વિભાગ દ્વારા સઘન ચેકિંગ કરીને નશાની હાલતમાં વાહન ચલાવતાં તત્વોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી રહી છે








Latest News