મોરબીમાં કરોડોની છેતરપિંડીના ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીના વધુ એક દિવસના રિમાન્ડ મંજૂર
મોરબીમાં બુદ્ધ જન્મોત્સવ નિમિતે દિપ પ્રાગટ્ય હારતોરા કરી ઉજવણી
SHARE









મોરબીમાં બુદ્ધ જન્મોત્સવ નિમિતે દિપ પ્રાગટ્ય હારતોરા કરી ઉજવણી
ભગવાન બુદ્ધ કે જેમણે મૌનનું સ્મિત - સ્મિતનુ મૌનનો ઉપદેશ આપ્યો હતો જો કે આપણે સૌ ભાષામાં ભુરાયા થયા છીએ.બુધ્ધે સ્મિતથી ઉકેલ આપ્યો અને આપણે શબ્દ કોશમાં પુરાય ગયા છીએ ત્યારે તથાગત ગૌતમ બુદ્ધની ૨૫૬૬ મી જન્મ જયંતી નિમિત્તે.તા.૧૬-૫ ના રોજ સવારે નવ કલાકે મોરબી નગર પાલિકા કચેરીની પાસે સિવિલ હોસ્પિટલ સામે આવેલ ડો.બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા ખાતે હારતોરા કરી બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવેલ તે સમયે ઉપાસકોએ મોટી સંખ્યામાં સહ પરિવાર સાથે હાજર રહ્યા હતા અને બીજો કાર્યક્રમ સાંજે પાંચ કલાકે બૌધ્ધ-વિહાર વિજયનગર વીસીપરામાં હતો જેમાં બુદ્ધ વંદના અને દિપ પ્રાગટ્ય કરી વૈશાખી બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી
