મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડની પાછળથી ૩૦ બોટલ દારૂ સાથે એક પકડાયો
SHARE









મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડની પાછળથી ૩૦ બોટલ દારૂ સાથે એક પકડાયો
મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડની પાછળના ભાગમાંથી પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે જુદી-જુદી બ્રાન્ડની ૩૦ બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને હાલમાં ૧૦૬૫૦ ના મુદામાલને કબજે કર્યો છે અને આરોપી પાસેથી મળી આવેલ દારૂની બોટલો ક્યાંથી આવી હતી તે દિશામાં પોલીસે તપાસ શરુ કરેલ છે
જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડની પાછળની શેરીમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે જુદી-જુદી બ્રાન્ડની કુલ મળીને ૩૦ બોટલ દારૂ સાથે જીલાણી કાસમભાઈ ચૌહાણ (૨૦) રહે. મદીના સોસાયટી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલી દારૂની બોટલો તેની પાસે ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે
બાળકનું મોત
વાંકાનેરના કોઠારીયા ગામે રહેતા હીરાભાઈ ધીરાભાઈ જખણીયાના એક દિવસના દિકરાને છાતીમાં ધબકારા ન હોવાથી તેને જન્મતાની સાથે જ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો જેથી કરીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાખે તે મુજબની કાર્યવાહી હાથ ધરી છે
