મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડની પાછળથી ૩૦ બોટલ દારૂ સાથે એક પકડાયો
મોરબીમાં ગાડીમાં થયેલ નુકશાનીનું વળતર માંગતા યુવાનને છરી મારનાર સામે ગુનો નોંધાયો
SHARE









મોરબીમાં ગાડીમાં થયેલ નુકશાનીનું વળતર માંગતા યુવાનને છરી મારનાર સામે ગુનો નોંધાયો
મોરબીમાં વાહન ભાડે આપનારા યુવાન પાસેથી એક શખ્સે વાહન ભાડે લીધું હતું અને સેલ્ફ ડ્રાઈવમા તે ગાડી લઈને પડધરી ગયા હતા દરમ્યાન તે વાહનમાં નુકશાની આવી હતી જેથી કરીને વાહનના માલિકે નુકશાનીના રૂપિયા માંગ્યા હતા જે ગાડી લઈ જનાર આપતો ન હતો અને આ મુદે વાતચીત કરવા માટે ભેગા થયા હતા ત્યારે બોલાચાલી કરીને ગાડીના માલીકને છરીના બંને હાથમાં ઘા ઝીંકી દીધા હતા જેથી ભોગ બનેલા યુવાને સારવારમાં ખસેડાયો હતો અને હાલમાં તેને એક શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
મોરબી કંડલા બાયપાસ ઉપર આવેલ કામધેનુ સામેની ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતો દીક્ષિત પ્રવીણભાઈ ભાલોડીયા (ઉમર ૨૯) વાહન ભાડે આપવાનો ધંધો કરેલ છે અને તા.૧૪-૫ ના રાત્રીના નવેક વાગ્યે શહેરના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી નજીક મારામારીના બનાવમાં તેને હાથના ભાગે છરી મારવામાં આવી હતી જેથી તેને સારવાર માટે સામાકાંઠેની સમર્પણ હોસ્પિટલે ખસેડાયો હતો અને સારવાર લીધા બાદ હાલમાં ભોગ બનેલા યુવાને મહેન્દ્રનગર ગામે રહેતા હાર્દિક ફૂલતરિયા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદી પાસેથી હાર્દિક ફૂલતરિયા તેની પાસેથી ગાડી નંબર જીજે.૦૪. સી.આર. ૪૨૪૯ સેલ્ફ ડ્રાઈવમાં લઈને ગયો હતો અને આ ગાડી પડધરી પાસે ઝાડ સાથે અથડાઇ હતી જેથી ગાડીમાં નુકશાની થયેલ હતી માટે ફરિયાદીએ તેની પાસે નુકશાનીના રૂપિયાની માંગણી કરી હતી ત્યારે હાર્દિક ફૂલતરિયાએ બોલાચાલી કરીને ફરિયાદીને બંને હાથમાં છરીના ઘા ઝીકિ દીધા હતા જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા પછી હાલમાં મહેન્દ્રનગર ગામે રહેતા હાર્દિક ફૂલતરિયા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.
