મોરબીમાં કરોડોની છેતરપિંડીના ગુનામાં મહિલા સહિત વધુ બે આરોપીની ધરપકડ
ગજબ વિકાસ: મોરબીના સિરામીક ઉદ્યોગને વિધાનસભાની પેટા ચૂંટણી સમયે ૨૭ ના ભાવે મળતો નેચરલ ગેસ આજે ૬૩ રૂપિયા મળે !
SHARE
ગજબ વિકાસ: મોરબીના સિરામીક ઉદ્યોગને વિધાનસભાની પેટા ચૂંટણી સમયે ૨૭ ના ભાવે મળતો નેચરલ ગેસ આજે ૬૩ રૂપિયે મળે !
મોરબીમાં સિરામિક ઉદ્યોગ માટે અહીં સસ્તા દરે મળતા લેબર સહિતના પરિબળોના લીધે વિશ્વકક્ષાનો સિરામિક ઉદ્યોગ ધમધમે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી જો કે, વારંવાર ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં વધારો કરવામાં આવે છે જેના કારણે ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો થાય છે અને ઘણી વખત ગ્રાહકોને ટકાવી રાખવા માટે ઉદ્યોગકારોને નુકશાન કરીને પણ માલ વેચવો છે તે હકકીત છે મોરબીના સિરામીક ઉદ્યોગને ગત વિધાનસભાની પેટા ચૂંટણી સમયે રૂપિયા ૨૭ ના ભાવે ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસ આપવામાં આવતો હતો જો કે ધીમેધીમે કરતાં આજે તેનો ભાવ ૬૩ રૂપિયા થઈ ગયો છે અને તેના ઉપર સરકારનો ટેક્સ લાગવાથી ૬૬.૭૦ રૂપિયાના ભાવથી ઉદ્યોગકારોને નેચરલ ગેસ આપવામાં આવે છે જેથી કરીને સિરામિકની પ્રોડકટની કોસ્ટ ઉંચી જઇ રહી છે અને સિરામિક ઉદ્યોગને વૈશ્વિક હરિફાઇમાં ટકી રહેવું લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે
વર્ષ ૨૦૨૦ ના સપ્ટેમ્બર માહિનામાં ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી હતી જેમાં મોરબી માળીયા બેઠકનો પણ સમાવેશ થતો હતો અને ત્યારે મોરબીના સિરમિક ઉદ્યોગકારોને હથેળીમાં ચાંદ બતાવીને સુવિધાઓ વધારવાની જે તે સમયે પ્રચારમાં આવેલા ભાજપના ત્યારના સિનિયર મંત્રીઑ અને આગેવાનોએ ખાતરી આપી હતી જો કે, અફસોસની વાતએ છે કે આજની તારીખ સુવિધોમાં કોઈ ખાસ વધારો કરવામાં આવ્યો નથી પરંતુ સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે તે હક્કિત છે
મોરબી માળીયા બેઠક ઉપરથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા જે હાલમાં રાજ્ય કક્ષાના પંચાયત વિભાગના મંત્રી છે અને જો કે, પેટા ચૂંટણી પહેલા મોરબીના સિરામિક ઉદ્યોગકારોને ગેસ કંપની દ્વારા ૨૭ રૂપિયા પ્રતિ ક્યુબિક મીટરના ભાવથી ગેસની સપ્લાઈ કરવામાં આવી રહી હતી અને ચૂંટણી પૂરી થયા બાદ ગેસના ભાવમાં તોતિંગ વધારા કરવામાં આવેલ છે જેથી કરીને મોરબીના સિરામિક ઉયોગ ઉપર કરોડો રૂપિયાનું ભારણ છેલ્લા બે વર્ષમાં વધી ગયું છે મોરબીના સિરામિક ઉદ્યોગકારોના કહેવા મુજબ ગુજરાત ગેસ કંપની દ્વારા જે રીતે છેલ્લા વર્ષોમાં ગેસના ભાવમાં વધારો કરેલ છે તેના કારણે મોરબીના સિરામિક ઉદ્યોગકારોની ઊંઘ હરામ થઈ ગઈ છે કેમ કે, ગેસ કંપની દ્વારા રાતોરાત ગેસના ભાવમાં વધારા કરવામાં આવે છે અને મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસે માલના ઉત્પાદન માટે નેચરલ ગેસ સિવાય બીજો કોઈપણ વિકલ્પ નથી જેથી ગેસ કંપની સામે ઉદ્યોગકારો લાચાર છે
ત્યારે જો, ગેસ કંપનીની ભાવની આંકડાકીય માહિતી ઉપર નજર કરીએ તો મોરબીના સિરામીક ઉદ્યોગને વિધાનસભાની પેટા ચૂંટણી સમયે ૨૭ રૂપિયાના ભાવેથી ગેસ કંપની દ્વારા નેચરલ ગેસ આપવામાં આવતો હતો અને કોરોના લોકડાઉન સહિતના મુદને ધ્યાને લઈને ગેસના ભાવમાં જે તે સમયે ચાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું જો કે, વિધાનસભાની પેટા ચૂંટણી પૂરી થતાની સાથે જ ડિસ્કાઉન્ટ બંધ કરવામાં આવ્યું હતું અને બાદમાં જાણે કે મોરબીના સિરામીક ઉદ્યોગના નહિ પરંતુ ગુજરાત સરકારની ગુજરાત ગેસ કંપનીના અચ્છે દિન શરૂ થયા હોય તેવી રીતે સતત ગેસના ભાવમાં વધારો કરવામાં આવેલ છે અને આજની તારીખે મોરબીના ઉદ્યોગકારોને ગેસ કંપની દ્વારા પ્રતિ કયુબિક મીટરના ૬૩ રૂપિયા વસૂલ કરીને ગેસ સપ્લાઈ કરવામાં આવે છે આટલું જ નહિ આ રકમ ઉપર પણ છ ટકા ટેક્સ લાગે છે જેથી કરીને મોરબીના ઉદ્યોગકારોના કારખાનામાં ઉપયોગમાં લેવામાં આવતો ગેસ તેને ૬૬.૭૦ રૂપિયાના ભાવથી પડે છે
આજની તારીખ મોરબીમાં દૈનિક ૭૦ લાખ કયુબિક મીટર ગેસ સિરામિક કારખાનાઓમાં સપ્લાઈ કરવામાં આવી રહ્યો છે એટલે કે વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા મોરબીને જે ગેસ દૈનિક ૧૮.૯૦ કરોડમાં મળી રહ્યો હતો તે આજે ૪૪.૧૦ કરોડમાં મળે છે આમ ધીમેધીમે કરતાં સરકારની આ કંપની દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી દૈનિક ૨૫.૨૦ કરોડ વધુ વસૂલ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે એટ્લે કે મહિને ૭૫૬ કરોડ રૂપિયા અગાઉના ભાવ કરતાં આજે વધુ ચૂકવવા પડે છે અને તો પણ મોરબીના સિરામિક ઉદ્યોગમાં ૧૦૦ ટકા ગેસની સપ્લાઈ કરવામાં નથી આવતી તે હક્કિત છે જેથી કરીને ઉદ્યોગકારો હજુ કેટલા અચ્છે દિન આવશે તેને લઈને ચિંતિત છે એક બાજુ સ્થાનિક લેવલે કોઈ પણ પ્રકારની સારી પ્રાથમિક સુવિધા સિરામિક ઝોનમાં નથી અને એક્સ્પોર્ટ માટે કન્ટેનર સહિતના પ્રશ્નો છે ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગની દિવસેને દિવસે મુશ્કેલીઓ વધી રહી છે ત્યારે ગેસના ભાવ મુદે સરકાર કેમ કોઈ દરમ્યાનગિરિ કરતી નથી તે પણ પ્રશ્ન છે અને આગામી દિવસોમાં ગેસના ભાવને જો ગેસ કંપની દ્વારા સ્થિર નહીં કરવામાં આવે તો વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ બંધ થાય તો નવાઈ નથી