મોરબીમાં ગાડીમાં થયેલ નુકશાનીનું વળતર માંગતા યુવાનને છરી મારનાર સામે ગુનો નોંધાયો
હે રામ: મોરબીનાં નવા જાંબુડિયા ગામે સરકારી પ્રાથમિક શાળામાંથી થાળી, તપેલા, કેરમ, બેટ વિગેરેની ચોરી
SHARE









હે રામ: મોરબીનાં નવા જાંબુડિયા ગામે સરકારી પ્રાથમિક શાળામાંથી થાળી, તપેલા, કેરમ, બેટ વિગેરેની ચોરી
હે રામ હવે તો મોરબી જીલ્લામાં સરકારી શાળા પણ સાલમત રહી નથી મોરબી તાલુકાનાં નવા જાંબુડિયા ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને થાળી, તપેલા, કેરમ, બેટ અને વોલીબોલ સહિતનું ચોરી કરી ગયેલ છે જેથી કરીને શાળાના આચાર્ય દ્વારા હાલમાં શાળમાંથી ૧૦૮૩૦ રૂપિયાના મુદામાલની ચોરી કરવામાં આવી છે તેવી ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામ પાસે આવેલી જ્યોતિ પાર્ક સોસાયટીમાં એસ.એમ.પી. એપાર્ટમેન્ટ નં. ૨ બ્લોક નં. ૧૦૧ માં રહેતા અને નવા જાંબુડિયા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા નયનભાઇ હીંમતભાઇ ભોજાણી જાતે પટેલ (ઉ.૫૨)એ અજાણ્યા શખ્સની સામે નવા જાંબુડિયા પ્રાથમિક શાળામાં ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તા. ૭/૫/૨૦૨૨ ના બપોરના સાડા બારથી ગઇકાલ સુધીમાં કોઈપણ સમયે નવા જાંબુડિયા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના રસોડા તથા મોટરવાળા રૂમમા રાખેલ સામાનની ચોરી કરવામાં આવી છે અને તસ્કરો સ્ટીલની ૨૬૫ થાળી, ૧ કુકર, ૧ તપેલુ, પાંચ ભાતીયા, ૧ ડોયો મોટો, ૧૦ નાના ડોયા તથા ચમચા, ૧ ટીનની ડોલ, ૧ પ્લાસ્ટીકની ડોલ, ૧ ઇન્ડીયન ગેસનો બાટલો, રમતગમતના સાધનો જેમા લાકડાનુ ૧ કેરમ, ૨ લોખંડના બેડમીન્ટન પોલ, ૧ લોખંડનો વોલીબોલ પોલ, ૧ બેટ, સ્ટમ્પ, ૧ વોલીબોલ આમ કુલ મળીને ૧૦,૮૩૦ ના મુદામાલની ચોરી કરેલ છે જેથી કરીને આચાર્યની ફરિયાદ લઈને પોલીસે આઇ.પી.સી. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
