મોરબીમાં પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા કેસમાં પ્રેમિકાની માતાનો જામીન ૫૨ છુટકારો
મોરબીના મકનસર પાસે વાહન અકસ્માતમાં ત્રણને ઇજા : બેને રાજકોટ ખસેડાયા
SHARE









મોરબીના મકનસર પાસે વાહન અકસ્માતમાં ત્રણને ઇજા : બેને રાજકોટ ખસેડાયા
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલા પ્રેમજીનગર (મકનસર) પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ત્રણને ઇજા થતા સારવારમાં ખસેડાયા હતા અને વધુ સારવાર માટે બે ને રાજકોટ લઇ જવાયા હોવાનું જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકનસર ગામે પ્રેમજીનગર નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જે બનાવમાં ઇજાઓ થતાં નરેશ દલપતભાઈ સોલંકી (૩૫) રહે.પ્રેમજીનગર મકનસર તા.જી.મોરબી તેમજ પ્રણવ વિનુભાઈ વાલકીયા (૧૭) અને જમનાદાસ ગંગાદાસ ગોધાણી (૭૨) રહે.બંને પરબ સિરામિક સરતાનપર રોડ વાંકાનેર હાઇવે મોરબી-૨ વાળાઓને ઇજા થતા ત્રણેયને અહિંની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર આપ્યા બાદ પ્રણવ વાલકીયા અને જમનાદાસ ગોધાણીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળે છે.તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયા તપાસ ચલાવી રહ્યા છે.
કાર પલ્ટી મારી જતાં યુવાનનું મોત
મોરબીના નવા બસ સ્ટેશનની પાછળ ચિત્રકૂટ સોસાયટી નજીક આવેલ ચંદ્રેશનગર વિસ્તારમાં રહેતો નિરજ મહેન્દ્રભાઈ કુંડારીયા જાતે પટેલ નામનો ૨૫ વર્ષીય યુવાન કાર લઈને મોરબી-હળવદ હાઈવે ઉપરથી જતો હતો ત્યારે હળવદના રણજીતગઢ ગામના પાટિયા પાસે તેની કાર કોઈ કારણોસર પલ્ટી મારીને રોડ ઉપરથી નીચે ઉતરી ગઈ હતી જે અકસ્માત બનાવમાં ઘટનાસ્થળે જ નિરજ કુંડારીયાનું મોત નીપજ્યું હતું.જેથી તેના મૃતદેહને પીએમ માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના પી.એચ.બોરાણાએ પ્રાથમિક તપાસ કરી હતી અને બનાવ હળવદ પોલીસ મથક વિસ્તારમાં બનેલ હોય હળવદ પોલીસે બનાવ સંદર્ભે જાણ કરી હતી.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના કેનાલ રોડ પાસે રહેતો રૂષી સતિષભાઈ કાસુન્દ્રા નામનો યુવાન બાઈકમાં જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જતાં ઇજાઓ થતાં તેને સારવાર માટે ખસેડાયો હતો.જ્યારે માળીયા મિંયાણા તાલુકાના અંજીયાસર ગામે રહેતો ઇદ્રીશ રમઝાનભાઈ જેડા નામનો ૨૪ વર્ષીય યુવાન બાઈકમાં જતો હતો દરમિયાનમાં તે પણ બાઇકમાંથી નીચે પડી જતા ઇજાઓ થતાં તેને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.
