મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના નવલખી હાઇવે ઉપર બે કાર અથડાતાં ચારને ઇજા


SHARE









મોરબીના નવલખી હાઇવે ઉપર બે કાર અથડાતાં ચારને ઇજા

મોરબી નવલખી હાઇવે ઉપર રોકડીયા હનુમાન મંદિર અને ત્રિમંદિરની વચ્ચેના ભાગે ગતરાત્રીના બે કાર અથડાઇ હતી.જે બનાવમાં કુલ ચાર લોકોને ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના નવલખી હાઇવે ઉપર રોકડીયા હનુમાન મંદિર અને ત્રિમંદિરની વચ્ચે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં બે કાર અથડાતા વિજય આયદન ડાંગર (૩૨) રહે.ખાખરડા તા.જી.મોરબી, આનંદ રૂપસિંગ રાવત (૩૦) અને નરપત ઓમસિંગ રાવત બંને રહે.વિદ્યુતનગર સર્કિટ હાઉસ સામે મોરબી-૨ ને ઈજાઓ થતા ત્રણેયને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે સામેની કારમાં રહેલ વિપુલ વાસુરભાઇ સોઢીયા (૨૯) રહે.વાવડી રોડ કબીરવાડી પાસેને ઇજાઓ પહોંચી હતી.વિપુલભાઇ પીપળીયા ચોકડી તરફ જતા હતા ત્યારે રોકડીયા હનુમાન મંદિર પાસે ઉપરોક્ત કાર અકસ્માત સર્જાયો હતો.બનાવની જાણ થતાં હાલમાં તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વજેપરમાં વાડી વિસ્તારમાં રહેતા ગોવિંદભાઇ નવઘણભાઈ પરમાર નામના ૭૦ વર્ષીય વૃદ્ધ રવાપર ચોકડીથી લીલાપર જતા રસ્તે જતા હતા ત્યારે તેમના મોટર સાયકલ આડે કુતરૂ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી ઈજાગ્રસ્ત થયેલા ગોવિંદભાઈ પરમારને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે ધાંગધ્રાના રતનપર ગામના રહેવાસી પ્રકાશ જગાભાઈ ડોડીયા જાતે રજપુત નામના ૨૨ વર્ષીય યુવાનને ચિત્રોડી ગામના પાટિયા પાસે બાઇક સ્લીપ થઇ જવાના બનાવમાં ઈજાઓ પહોંચતા તેને અત્રીની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લવાયો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠા આવેલ ત્રાજપર વિસ્તારમાં ઘરે થયેલ મારામારીના બનાવમાં રામસંગ મોહનભાઈ બારૈયા નામના ૪૫ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.જ્યારે મોરબીના પાડાપુલ નીચે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા વિક્રમ ગોવિંદભાઈ વાઘેલા (૩૫), સંજય ગોવિંદ વાઘેલા (૨૨) અને ગોવિંદ કેશુભાઈ વાઘેલા (૬૦) નામના ત્રણ પિતા-પુત્રોને ઇજાઓ થતાં તેમને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને વિક્રમભાઈને વધુ ઇજાઓ પહોંચેલ હોય તેને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પથ્થરમારામાં ઉપરોક્ત ત્રણેયને ઇજાઓ થતાં સારવારમાં લઇ જવાયા હતા.




Latest News