મોરબીના પુરવઠા નાયબ મામલતદાર રાઠોડના મનસ્વી વર્તન અંગે સીએમને લેખીત ફરીયાદ
SHARE









મોરબીના પુરવઠા નાયબ મામલતદાર રાઠોડના મનસ્વી વર્તન અંગે સીએમને લેખીત ફરીયાદ
મોરબી સીટીના પુરવઠા વિભાગના નાયબ મામલતદાર એ.બી.રાઠોડ અરજદારને ધણા જ હેરાન કરે છે અને નિયમોનુસાર ડોક્યુમેન્ટ તેમજ અન્ય કાગળો આપવા છતા ખોટા ખોટા વાંધા કાઢીને મનસ્વીપણે લોકોને હેરાન કરે છે તેવી લેખીત ફરીયાદ સીએમને કરવામાં આવેલ છે.
રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને લેખીતમાં કરવામાં આવેલ રજૂઆતમાં અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના પુર્વ સલાહકાર પી.પી.જોષીએ જણાવેલ છેક એનએસએફની અરજીમા અરજદારો તમામ ડોકયુમેન્ટ નિયમોનુસાર પુરા કરે છે છતા તેમને ધકકા ખવડાવામા આવે છે અને નિયમ વિરૂધ્ધના સોગંદનામા માંગવામાં આવે છે અને સોગંદનામા કયાં કરાવવા તે સ્થળની પણ ભલામણ કરવામા આવે છે..! આ તમામ બાબતે મોરબીના પુર્વ સલાહકાર પી.પી.જોષીએ તા.૧૮-૪-૨૨ ના રોજ ક્લેક્ટરને રજુઆત કરેલ છતા આજદીન સુધી કર્મચારી ઉપર કોઈ પગલા લેવામાં આવેલ નથી..! જે બાબત પણ તપાસનો વિષય છે તેમજ આ બાબતે સીટી મામલતદાર રૂપાપરાને મળીને રજૂઆત કરાતા તેઓએ ફોન ઉપર નાયબ મામલતદાર રાઠોડને સુચના આપેલ છતા મામલતદારે આપેલી સુચનાનું પણ ઉલ્લંધન કરે છે.ઉપરી અધિકારીને અરજી આપેલ છતા કોઈ પગલા લેવામાં આવતા નથી ત્યારે સરકાર કરોડો રૂપીયા અનાજ બાબતે ગરીબો પાછળ ખર્ચ કરે છે પરંતુ આવા અધિકારીઓ સરકારને બદનામ કરે છે.તેમજ આગામી ચૂંટણીમાં સરકારને આ બાબતોથી નુકશાન થાય તેવી ભીતી છે કારણકે સરકારી અનાજના લાભાર્થીઓ મતદારો પણ છે અને તેઓ ત્રાહીમામ પોકારી ગયેલ છે.આવી અરજી થવા છતાં મોરબીના કલેકટરના પેટનું પાણી હલતુ નથી તે બાબત પણ ઉચ્ચકક્ષાએથી તપાસનો વિષય છે.આ બાબતે તાત્કાલીક પગલા લઈને તેમની અન્ય જગ્યાએ બદલી કરી પ્રજાને તેમના ત્રાસમાંથી છોડાવવા જરૂરી છે આ બાબતે યોગ્ય કરવા અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના પુર્વ સલાહકાર પી.પી.જોષીએ રાજયના સીએમ સમક્ષ માંગ કરેલ છે.
