મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ મોરબી જિલ્લામાં પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઇ મોરબીમાં મહોરમને લઈને એસપી રાહુલ ત્રિપાઠીની મુસ્લિમ સમાજના ધર્મગુરુ-આગેવાનો સાથે બેઠક યોજાઇ મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીએ ચારધામની યાત્રા પૂર્ણ કરી મોરબીના રવાપર ગામ પાસેથી ગુમ થયેલ બાળક કાલાવડથી મળ્યો મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

હળવદ જીઆઇડીસીમાં મીઠાના કારખાનામાં ગોઝારો અકસ્માત : દીવાલ પડતાં ૩૦ દટાયા, ૧૦ થી વધુના મોતની સંભાવના


SHARE

















હળવદ જીઆઇડીસીમાં મીઠાના કારખાનામાં ગોઝારો અકસ્માત : દીવાલ પડતાં ૩૦ દટાયા, ૧૦ થી વધુના મોતની સંભાવના

મોરબી જિલ્લાના હળવદમાં આવેલી જીઆઇડીસીની અંદર મીઠાના કારખાનાની દિવાલ પડતા દિવાલ અને મીઠની થેલીઓ હેઠળ ૩૦ જેટલા મજુરો દબાયા હતા જે પૈકી દશેક લોકોના મોત નિપજ્યા હોવાનું અને અન્ય લોકોને જેસીબીની મદદથી બબાર કાઢવા શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળેલ છે.

મળતી માહિતી મુજબ હળવદ જીઆઇડીસી પાસે આજે સવારે બારેક વાગ્યાના અરસામાં સાગર સોલ્ટ નામના મીઠના કારખાનામાં અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મીઠાની કોથળીઓ ભરવાની કામગીરી ચાલુ હતી તે દરમિયાન બપોરના બારેક વાગ્યાના અરસામાં કારખાનાની દીવાલ ધસી પડતાં દિવાલના કાટમાળ તેમજ મીઠાની થેલીઓ હેઠળ અંદાજે  ૩૦ જેટલા મજુરો દબાયા હતા જેથી દબાયેલા લોકોને બહાર કાઢવા માટે હીટાચી તેમજ જેસીબી મશીન દ્વારા તેઓને બહાર કાઢવાની કામગીરી ચાલુ હતી.દરમિયાન નાની મોટી ઉમરના આશરે દશેક લોકોના મોત નિપજ્યા હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળેલ છે.કારખાનામાં મજુરો મીઠું ભરવાનું કામ કરી રહ્યા હતા તે દરમિયાન યુનીટની દીવાલ કોઈ કારણોસર ધરાશાયી થઈ હતી. સંભવતઃ મીઠાની થેલીઓની થપ્પીઓ દિવાલની પાસે ઊભી કરવામાં આવેલ હોય અને તેનો લોડ વધી જવાથી આ દીવાલ ધસી પડી હોય તેવું હાલ પ્રાથમિક ધોરણે સ્થળ ઉપર હાજર લોકો તરફથી જાણવા મળી રહ્યું છે.હાલ દીવાલના કાટમાળ અને મીઠાની થૈલીઓના કાટમાળ હેઠળ મીઠું ભરવાની કામગીરી કરી રહેલા ૩૦ જેટલા મજૂરો દબાયા હતા જેને લીધે કાટમાળ હેઠળ દબાઇ જવાથી અને મીઠાની થૈલીઓ નિચે દબાઈ જવાથી અંદાજે ૧૦ લોકોનાં મોત નીપજ્યાં હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.હાલ હીટાચી અને જેસીબીની મદદથી ફસાયેલા લોકોને તેમજ મૃતકોની બોડીને બહાર કાઢવામાં આવી રહ્યા છે. ખુબ મોટી સંખ્યામાં લોકો અને અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા છે મોરબી જીલ્લામાં આ ગોઝારી ઘટના બનતાં સમગ્ર મોરબી જીલ્લામાં આ બાબતને લઈને ચકચાર મચી ગયેલ છે.




Latest News