મોરબીના ઘૂંટુ નજીક પુત્રના લગ્નની કંકોત્રી આપીને ઘરે પરત ફરી રહેલ મહિલાનું વાહન અકસ્માતમાં મોત
મોરબીના ડાયમંડનગર ગામે પ્રેમલગ્ન મુદદે યુવાનને માર મારનાર ત્રણ મહિલાઓ સહિત પાંચની ધરપકડ
SHARE









મોરબીના ડાયમંડનગર ગામે પ્રેમલગ્ન મુદદે યુવાનને માર મારનાર ત્રણ મહિલાઓ સહિત પાંચની ધરપકડ
મોરબીના આમરણ નજીક આવેલ ડાયમંડનગર પાસે મેઈન બજારમાં યુવાનને ત્રણ મહિલાઓ સહિત પાંચ વ્યક્તિઓએ શંકાના આધારે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેમાં ત્રણ મહીલા સહીત પાંચેયની ધરપકડ કરવામાં આવેલ છે.
પ્રાપ્ત વિગત મુજબ ટંકારાના ઓટાળા ગામે ધાવડામાતાના મંદિર પાસે બંગલાવાળી શેરીમાં રહેતો સાગરભાઇ મનસુખભાઇ સીપરીયા જાતે કોળી (ઉમર ૨૪) નામનો યુવાન મોરબીના આમરણ નજીક ડાયમંડનગરની બજારમાં હતો ત્યારે તેને બાબુભાઈ ઉર્ફે ઉપેન્દ્રભાઈ વિરસોડિયા, ઇલાબેન બાબુભાઈ વિરસોડિયાની, જમનભાઈ શામજીભાઈ વિરસોડિયાની, જમનભાઈના પત્ની તેમજ જલ્પાબેન વિરસોડિયાએ માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બાદમાં પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી સાગરે જણાવ્યું હતુ કે તેના મિત્ર રવિએ આરોપી બાબુભાઈ વિરસોડિયાની ભત્રીજી ઋત્વી સાથે મૈત્રી કરાર કરેલ છે જેના કાગળ પોતે (સાગર) ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને આપવા માટે આવ્યો હતો તે બાબતની શંકાના આધારે તેને માર માર્યો હતો.હાલ ઉપરોક્ત બનાવમાં તપાસ અધિકારી મહેશભાઈ કહાંગરાએ બાબુભાઇ ઉર્ફે ઉપેન્દ્ર અમરસી વિરસોડીયા પટેલ (૪૦), જમનભાઈ શામજીભાઈ વિરસોડીયા (૫૦), ઇલાબેન બાબુભાઈ વિરસોડીયા (૩૮), નિમુબેન ઉર્ફે નિર્મળાબેન જમનભાઈ વિરસોડીયા (૪૮) ચારેય રહે. ઓટાળા તાલુકો ટંકારા તેમજ જલ્પાબેન કેતનભાઇ રમણીકભાઈ મેરજા પટેલ (૩૬) રહે.રાજકોટ કિડની હોસ્પિટલ પાસે વાળાઓની ઉપરોક્ત મારામારીના બનાવમાં ધરપકડ કરવામાં આવી હતી.
વાહન ચોરીના ગુનામાં ધરપકડ
મોરબીના સામાકાંઠે માળીયા ફાટકે ઓવરબ્રીજ વર્ષ ૨૦૧૮ માં બની રહ્યો હતો ત્યારે ઓવરબ્રિજ બનાવવાનું કામનો જેને કોન્ટ્રાકટ મળ્યો હતો તે કોન્ટ્રાક્ટરનું વર્ષ ૨૦૧૮ માં ત્યાંથી ડમ્પર ચોરી જવામાં આવ્યુ હતુ.જે અંગે જે તે સમયે ચોરીની ફરિયાદ નોંધાઈ હતી અને ડમ્પર ચોરીમાં મોરબી સીટી ડીવીઝન પોલીસ દ્વારા અગાઉ બે ઇસમોની ધરપકડ પણ કરવામાં આવી હતી.જ્યારે ચોરાઉ ડમ્પર ખરીદનાર અજય ઓમપ્રકાશ યાદવ જાતે.આહીર (૩૨) રહે. સ્વામિનારાયણ પાર્ક હરીદર્શન ચોકડી નવા નરોડા અમદાવાદ મૂળ રહે. બળમ તાલુકો જીલ્લો રોહતક હરિયાણા વાળો આગોતરા જામીન સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે હાજર થતા હેડ કોન્સ્ટેબલ ભગવાનભાઈ ખટાણા દ્વારા તેની ધોરણસર અટકાયત કરવામાં આવી હતી અને બાદમાં કોર્ટ દ્વારા આગોતરા જામીન મુકત કરવા હુકમ હોય ઉરરોકત વાહન ચોરીના બનાવમાં અજય ઓમપ્રકાશ યાદવ નામના ઇસમનો જામીન ઉપર છુટકારો કરવામાં આવ્યો હતો.અજય યાદવ દ્વારા ચોરાઉ ડમ્પર ખરીદવામાં આવ્યું હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.
