મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ મોરબી જિલ્લામાં પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઇ મોરબીમાં મહોરમને લઈને એસપી રાહુલ ત્રિપાઠીની મુસ્લિમ સમાજના ધર્મગુરુ-આગેવાનો સાથે બેઠક યોજાઇ મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીએ ચારધામની યાત્રા પૂર્ણ કરી મોરબીના રવાપર ગામ પાસેથી ગુમ થયેલ બાળક કાલાવડથી મળ્યો મોરબીમાં રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે હાઉસીંગ બોર્ડમાં એસટીનો કંન્ટ્રોલ પોઈન્ટ ખોલવા માંગ


SHARE

















મોરબીના સામાકાંઠે હાઉસીંગ બોર્ડમાં એસટીનો કંન્ટ્રોલ પોઈન્ટ ખોલવા માંગ

મોરબી જીલ્લો બન્યાને વર્ષો વિતી ગયેલ છે પરંતુ હજુ એસટીમાં જીલ્લો બનેલ હોય જણાતુ નથી.મોરબી-૨ ખાતે આશરે દોઠેક લાખની વસ્તી રહે છે જે ને એસટીની તમામ સુવીધા મળતી નથી કે આપવામાં આવતી નથી તે નરી હકીકત છે.

કારણકે અહીં મુસાફરોને બેસવાની કે પાણી પીવાની કોઈ સુવીધા નથી..! અહીંયા દરરોજ પાંચ હજાર મુસાફરની અવરજવર છે.પરંતુ મુસાફરને એસટી બસનો આવવા જવાનો ટાઈમ જાણવા માટે કોઈ સુવીધા નથી..! અહીંયા ૩૨૦ થી પણ વધારે બસોની અવર જવર થાય છે.છતા ઘણીવાર અહીંથી મુસાફર લેવામા આવતા નથી અને અહીંયા ઉતારવામાં પણ આવતા નથી.જે મુસાફરને મોંધાદાટ ભાડા ખર્ચીને જુના બસ સ્ટેન્ડ જવુ પડે છે.નવાઈની વાત તો એ છે કે બસ અહીંયાથી નીકળે છે છતા ત્યાંથી મુસાફર લેવામા આવતા નથી.જેથી મુસાફરો પ્રાઈવેટ વાહન તરફ વળી જાય છે અને એસ.ટી.ને લાખો રૂપીયાની નુકશાની થાય છે.તેથી મોરબી-૨ હાઉસીંગ બોર્ડ ખાતે કંન્ટ્રોલ કેબીન ખોલવામાં આવે તો મુસાફર જનતાને લાભ મળે તેમજ એસ.ટી.ને આવક પણ વધે તેમ છે.આ બનાવવામાં કોઈ મોટો ખર્ચ નથી ફકત કંન્ટ્રોલ કેબીન મુકવાની છે જેથી મુસાફરને આવવા જવાના ટાઈમ ટેબલની ખબર પડે આ બાબતે અવાર નવાર લેખીત રજુઆતો કરેલ છે છતા કોઈના દ્રારા આ નજીવા પશ્નનો નિકાલ આવેલ નથી જેથી અહીંના જાગૃત નાગરીક તેમજ અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના પુર્વ સલાહકાર પી.પી.જોષીએ એસટીના મેનેજીંગ ડિરેકટરને રજુઆત કરીને મુસાફરોમા હિતમાં યોગ્ય કરવા માંગ કરેલ છે.




Latest News