મોરબીના સામાકાંઠે હાઉસીંગ બોર્ડમાં એસટીનો કંન્ટ્રોલ પોઈન્ટ ખોલવા માંગ
હળવદની ગોઝારી ઘટનામાં ભોગ બનેલ શીતલબેનને સાડા સાત માસનો ગર્ભ પણ હતો
SHARE









હળવદની ગોઝારી ઘટનામાં ભોગ બનેલ શીતલબેનને સાડા સાત માસનો ગર્ભ પણ હતો
હળવદ જીઆઇડીસી પાસે આજે સવારે બારેક વાગ્યાના અરસામાં સાગર સોલ્ટ નામના મીઠના કારખાનામાં અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મીઠાની કોથળીઓ ભરવાની પેકીંગની કામગીરી ચાલુ હતી તે દરમિયાન કારખાનાની દીવાલ ધસી પડતાં દિવાલના કાટમાળ તેમજ મીઠાની થેલીઓ હેઠળ અંદાજે ૨૦ જેટલા મજુરો દબાયા હતા જેથી દબાયેલા લોકોને બહાર કાઢવા માટે હીટાચી તેમજ જેસીબી મશીન દ્વારા તેઓને બહાર કાઢવાની કામગીરી કરવી પડી હતી.દરમિયાન નાની મોટી ઉમરના બાર લોકોના મોત નિપજ્યા હોવાનું સામે છે.જેમા સુસરા દેવીબેન ડાયાભાઇ ભરવાડ (૧૫), મકવાણા રાજેશભાઈ જેરામભાઈ (૩૯), કોળી દિલીપભાઈ રમેશભાઈ (૨૬), કોળી રમેશભાઈ મેપાભાઈ (૪૨), કોળી શ્યામ રમેશભાઈ (૧૩), ભરવાડ ડાયાભાઇ નાગજીભાઈ (૪૨), પીરાણા રમેશભાઈ નરશીભાઈ (૫૧), પીરાણા કાજલબેન રમેશભાઈ (૨૦), ભરવાડ રાજીબેન ડાયાભાઇ (૪૧), કોળી શીતલબેન દિલીપભાઈ (૨૪), કોળી દીપક દિલીપભાઈ (૩) અને કોળી દક્ષાબેન રમેશભાઈ (૧૫) નામના હતભાગીઓના આ દુર્ઘટનામાં મોત નિપજયા છે.જોકે હળવદમાં દિવાલ નીચે દટાઈ જવાથી ૧૨ લોકોના મોત નિપજયા હોવાના બનાવમાં મૃતકોના મૃતદેહના પીએમ દરમ્યાન ચોંકાવનારી માહિતી આવી સામે આવેલ છે.જે મુજબ મૃતક શીતલબેન દિલીપભાઇ (૨૪) ના પેટમાં સાડા સાત માસનો ગર્ભ હતો.આ ગર્ભવતી મહિલા સહિતના એક જ પરિવારના છ લોકોના મોતથી પરિવારમાં આક્રંદ છવાયો હતો.તેમજ એકીસાથે ગામમાંથી આટલી મોટી સંખ્યામાં સ્મશાન યાત્રા નીકળતા સમગ્ર હળવદ પંથકમાં ગમગીની વ્યાપી ગઇ હતી. જયારે હળવદના કુંભારિયા ગામથી મજુરી કામ કરવા આવેલ ભરવાડ દંપતીનું એકી સાથે આ ગોજારા બનાવવા મોત નિપજતાં તેમના ચાર સંતાનો નોધારા બન્યા હતા જાણવા મળતી વિગતો મુજબ ડાયાભાઈ અને રાજીબેન ભરવાડ બંનેના ઉપરોક્ત દુર્ઘટનામાં મોત નીપજ્યા છે તેઓ પોતાના પરિવાર સાથે મજૂરી કામ માટે કુંભારીયાથી આવ્યા હતા અને ઉપરોક્ત અકસ્માતમાં બંનેના મોત નિપજતા તેઓની બે દિકરી આશા અને ઉર્મી તેમજ પુત્ર હરિ અને લાલો નોંધારા બન્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી જિલ્લાના હળવમાં દિવાલ ધસી પડવાની દુર્ઘટનાને કારણે જાન ગુમાવનારા શ્રમિકો પ્રત્યે હ્વદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક શ્રમિકના વારસદારને ૪ લાખ રૂપિયાની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત પણ કરી હતી.તેમણે મૃતક શ્રમિકોના આત્માની શાંતિ માટે પ્રભૂ પ્રાર્થના પણ કરીને મુખ્યમંત્રીએ મોરબી જિલ્લા કલેકટર અને તંત્રવાહકોને તાત્કાલિક બચાવ-રાહત કામગીરી માટે સૂચનાઓ આપી હતી. તેમજ ત્રણ દિવસમાં સમગ્ર ઘટનાનો રિપોર્ટ રજુ કરવા પણ સૂચના આપી હતી. તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પણ ઉપરોકત બાબતની જાણ થતા તેઓએ મૃતકોના પરિવાર સાથે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી અને મૃતક પરિવારના વારસદારોને બે લાખ અને ઈજાગ્રસ્તોને ૫૦ હજારની સહાયની જાહેરાત કરી હતી. તે રીતે કારખાનાના માલિક દ્વારા પણ મૃતકના પરિવારને રૂપિયા પાંચ લાખની સહાયની જાહેરાત કરી હતી. તેમજ હળવદના માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ મૃતકોના પરિવારજનોને ૫૦ હજારની સહાયની જાહેરાત કરવામાં આવી હતી બનાવને પગલે અજંતા ક્લોકવાળા જયસુખભાઇ પટેલ તેમજ સનહાર્ટ ગૃપવાળા ગોવિંદભાઈ વરમોરા સહિત સામાજિક, રાજકીય અને અન્ય આગેવાનો સ્થળ ઉપર પહોંચી ગયા હતા.ઉપરોક્ત ગોઝારી ઘટનાને પગલે હળવદમાં વેપારીઓ દ્વારા અડધો દિવસ માટે બજાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.
